શરદપૂર્ણિમા ની શુભેચ્છાઓ
16 Posts • 15K views
daxa
1K views 3 months ago
#શરદ પૂનમ 🟡🙏રઢીયાળી રાત 🟡🥀🙏 #🙏શરદ પૂણિઁમા કૃષ્ણ સંગ રાધા-ગોપી મહારાસ🙏 #🖤 શરદ પુનમ સ્પેશ્યલ 🖤 # #શરદપૂર્ણિમા ની શુભેચ્છાઓ *શરદ પૂર્ણિમા 🌕 અને દૂધ પૌંઆનું 🍚 મહત્ત્વ* *શરદ પૂર્ણિમા એ આસો મહિનાની પૂર્ણિમા છે, જેને કોજાગરી પૂર્ણિમા ⚪ કે કુમાર પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રાતને ચંદ્રના પ્રકાશમાં રહેલી ઔષધીય શક્તિ અને અમૃતવર્ષા માટે વિશેષ ગણવામાં આવે છે.* *અમૃત સમાન કિરણો :એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર 🌝 સોળ કળાઓથી સંપૂર્ણ ખીલેલો હોય છે અને તેના શીતળ કિરણોમાંથી અમૃત વરસે છે*. *ઔષધીય ગુણ:* *દૂધ પૌંઆને રાત્રે ચંદ્રના અજવાળામાં* ✨ *રાખવાથી આ અમૃત સમાન કિરણો તેમાં શોષાઈ જાય છે,* *જેનાથી દૂધ પૌંઆ ઔષધીય ગુણોથી* 🌿 *ભરપૂર બની જાય છે અને તે પ્રસાદનું સ્વરૂપ લે છે*. *આયુર્વેદિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ :*💪 *દૂધ પૌંઆ ખાવાની પરંપરાની પાછળ ઋતુગત સ્વાસ્થ્યનો 🩺 ઊંડો અર્થ છુપાયેલો છે:* *પિત્ત શામક આહાર:* *શરદ ઋતુનો સંધિકાળ ચાલી રહ્યો હોય છે. ભાદરવો મહિનો ગરમી* 🔥 *અને પિત્તનો* 💥 *પ્રકોપ વધારતો હોય છે. દૂધ પૌંઆમાં રહેલું દૂધ પૌઆ*🥛, *(ચોખા) અને સાકર સ્વભાવે શીતળ હોય છે* ❄️ *હોય છે ,*. *આ આહાર પિત્તને શાંત કરવા અને શરીરમાંથી પિત્તના રોગો દૂર કરવા માટે ઉત્તમ છે*. *રોગપ્રતિકારક શક્તિ: ચંદ્રના કિરણોમાં રહેલા ગુણધર્મો અને દૂધમાં રહેલું લેક્ટિક એસિડ જ્યારે ભેગા થાય છે,* *ત્યારે તે દૂધ પૌંઆને જંતુનાશક શક્તિ* 🛡 *આપે છે. આ પ્રસાદ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) 🚀 વધે છે.* *શ્વાસ અને ચામડીના રોગમાં રાહત:* *ખાસ કરીને અસ્થમાં* 🌬, *દમ, શ્વાસ સંબંધિત* *સમસ્યાઓ અને ચામડીના રોગોથી* 🧖 *પીડાતા લોકો માટે ચંદ્રના અજવાળામાં રાખેલા દૂધ પૌંઆ ચમત્કારિક ઔષધિ* 🌟 *સમાન ગણાય છે.* *આમ, શરદ પૂર્ણિમાના દૂધ પૌંઆ ધર્મ અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય* 🔗 *છે,જે ફક્ત સ્વાદ* 😋 *જ નહીં, પણ સ્વાસ્થ્ય* 🍎 *અને સમૃદ્ધિ* ✨ *પણ આપે છે.*
21 likes
11 shares
daxa
862 views 3 months ago
#🙏શરદ પૂણિઁમા કૃષ્ણ સંગ રાધા-ગોપી મહારાસ🙏 #🖤 શરદ પુનમ સ્પેશ્યલ 🖤 ##શરદ પૂનમ 🟡🙏રઢીયાળી રાત 🟡🥀🙏 #શરદપૂર્ણિમા ની શુભેચ્છાઓ 06/10/25 સોમવાર *શરદ પૂનમ 🌕 : ભગવાનની રાસલીલા ની અદભુત કથા* 👌 *એકવાર જરૂર વાંચજો, આં ખમાં આંસુ આવી જશે* 💯 *વર્ષની બધી જ પૂનમોમાં* 🌕 *શરદ પૂનમને સર્વોત્તમ ગણવામાં આવે છે. આ જ અલૌકિક રાત્રિએ* ✨, *માત્ર 11 વર્ષની વયે, ભગવાન શ્રીકૃષ્ણએ શ્રીધામ વૃંદાવનના 🌳 વંશીવટ તીર્થ પાસે યમુના કિનારે 🌊 9,00,000* *વ્રજગોપીઓ 💃 સાથે દિવ્ય મહારાસલીલા રચી હતી. યોગમાયાની શક્તિથી 💪 તેમણે પ્રત્યેક ગોપીની બાજુમાં એક-એક શ્રીકૃષ્ણ પ્રગટ કર્યા. આ મહારાસનું દ્રશ્ય એટલું અદ્ભુત હતું કે સ્વયં ભગવાન* *શિવજી 🔱 પણ આ લીલાને નિહાળવા માટે ગોપીનું સ્વરૂપ 👩 ધારણ કરીને પધાર્યા હતા. આ ઘટનાને કારણે શિવજી 🕉 ગોપેશ્વર મહાદેવ અને શ્રીકૃષ્ણ રાસેશ્વર શ્રીકૃષ્ણના નામથી ઓળખાય છે. આ પૂનમ એટલે જ રાસપૂનમ 🥳.* *ગોપીઓની ઉત્કંઠા અને રાસનો પ્રારંભ 💫* *જ્યારે રાસેશ્વર શ્રીકૃષ્ણએ પોતાની વાંસળીના સૂર 🎵 છેડ્યા, ત્યારે વ્રજની ગોપીઓ જાણે કે તંદ્રામાંથી જાગી ઊઠી. તેમના હૃદયમાં એવી તીવ્ર ઉત્કંઠા જાગી કે તેઓ પોતાના ઘરના અધૂરાં કામ 🏡 છોડીને દોડવા લાગી. પ્રેમની આ ધૂનમાં તેઓ દેહભાન પણ ભૂલી ગઈ:* *કોઈએ આંખમાં 👀 કાજળને બદલે કંકુ 🔴 આંજી દીધું અને કંકુને બદલે કાજળનો ⚫️ ચાંદલો કર્યો.* *હાથમાં પહેરવાના બાજુબંધને પગમાં અને પગના પાયલને હાથમાં પહેરી લીધાં!* *નાકમાં ધારણ કરવાની નથણી કાનમાં અને કાનના બુટ નાકમાં પહેરી લીધાં!* *ભગવાન શ્રીકૃષ્ણે તેમને પૂછ્યું, “આટલી મોડી રાત્રે 🌙 કેમ આવ્યાં છો?” ત્યારે ગોપીઓએ વિનમ્રભાવે 🙏 કહ્યું,* *“હે નાથ! તમારા ચરણોની રજ 👣 જ અમારું સર્વસ્વ છે.* *અમારે આજે તમારી સાથે મહારાસ રમવો છે*.” *ત્યારે ભગવાને 👑 યમુનાના તટે 🌊 ૯ લાખ ગોપીઓ સાથે આ દિવ્ય મહારાસની રચના કરી. આપણે જે ગાઈએ છીએ ને કે, "એક એક કાન ને એક એક ગોપી," તે આ જ અદ્ભુત મહારાસ છે.* *આ દિવ્ય રાસની ઝલક જોઈને મહાદેવે પાર્વતીજીને કહ્યું, “હે દેવી! મારે પણ ભગવાનના આ અદ્ભુત રાસના દર્શન કરવા છે.”* *પાર્વતીજીએ સમજાવ્યા, “નાથ, આ રાસ ફક્ત વ્રજગોપીઓ માટે જ છે, તમે ત્યાં પધારી ન શકો.”* *ત્યારે શંકર ભગવાન બોલ્યા, “તો દેવી પાર્વતી! હું પણ ગોપીનું રૂપ ધારણ કરીશ અને મારા રાસેશ્વર સાથે મહારાસ રમીશ.”* *અને શંકર ભગવાન ગોપીનું રૂપ લઈને વૃંદાવન 🌳 ચાલ્યા. તેમણે ભગવાન સાથે અલૌકિક રાસ રમ્યો અને એવો આનંદ માણ્યો, જેનું વર્ણન કરવું મનુષ્ય માટે અશક્ય છે.* *જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે શિવજીને 🕉 કહ્યું કે, તમે ગોપી બનીને આ રાસનો રસ પીધો છે, તેથી હું અહીં તમારી શિવલિંગની સ્થાપના કરું છું. આ તીર્થમાં તમે અનંતકાળ સુધી "ગોપેશ્વર મહાદેવ🕉️" તરીકે પૂજાશો.* *આ સમગ્ર પ્રસંગનું વર્ણન શ્રીમદ્ ભાગવતના 📜 ગોપીગીત રૂપે પ્રસિદ્ધ છે. શુકદેવજીએ પરીક્ષિતને કહ્યું હતું કે, “હે પરીક્ષિત! ગોપીગીત એ વિરહમાં 💔*છુપાયેલ પરમ ભક્તિના રસનું ❤️ સ્વરૂપ છે.* *"રાસ" શબ્દનો અર્થ જ "રસ" છે, અને ભગવાન સ્વયં “રસરૂપ” છે – “રસો વૈ* *સઃ” (ઉપનિષદ). તેથી જ શ્રીમદ્ ભાગવતમાં 📚 આવેલું ‘રાસ પંચાધ્યાયી’ પ્રકરણ અમૃત 🍯 સમાન છે. આ અલૌકિક રસલીલાને કારણે જ શરદ પૂનમ 🌕 બધી પૂનમોમાં શ્રેષ્ઠ મનાય છે.*
13 likes
19 shares