Ame Surati
504 views
#✈️પ્લેન ક્રેશના ભયાનક CCTV🎥 #મહારાષ્ટ્ર સમાચાર #😱મહારાષ્ટ્રના DyCMનું પ્લેન ક્રેશમાં નિધન🔴 #💐અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ🕯️ #અમે સુરતી બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાના વધુ દૃશ્યો સામે આવ્યા છે, જેમાં ક્રેશ સાઈટ અને આસપાસના વિસ્તારની એરિયલ તસવીરોમાં દુર્ઘટનાની ભયાનકતા સ્પષ્ટ દેખાઈ રહી છે. તસવીરોમાં દેખાય છે કે વિમાન રનવે પટ્ટીની નજીકમાં જ ક્રેશ થયું છે. લેન્ડિંગ પહેલાં જ વિમાન જમીન તરફ નમી જતાં ભારે ધડાકા સાથે પટકાયું હતું અને દુર્ઘટના બાદ સ્થળ પર આગ તથા કાળો ધુમાડો ફેલાયો હતો. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય તંત્રનો મોટો કાફલો તાત્કાલિક પહોંચ્યો હતો અને બચાવ તેમજ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટનામાં વિમાન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયું હોવાનું તસવીરોમાં દેખાય છે, જ્યારે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર દેશને શોકમાં મુકી દીધો છે અને મો/તને લઈને તંત્ર દ્વારા સત્તાવાર તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. #Surat #Baramati #PlaneCrash #RunwayStrip #AjitPawar Baramati | Plane Crash | Aircraft Accident | Crash Site | DGCA Investigation | Ajeet Pawar | Deputy Chief Minister | NCP | National Congress Party | Ajit Pawar | Ajit Dada