#😪વાસી ઉત્તરાયણે કાળજું કંપાવતી ઘટના #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત #સુરત સમાચાર સુરતમાં ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી અને અસાવધાનીના કારણે માત્ર બે દિવસમાં કુલ 8 લોકોના જીવ ગુમાવવાના કરુણ બનાવો સામે આવ્યા છે. પતંગોત્સવ ખુશીની સાથે શોકમાં ફેરવાઈ ગયો છે. શહેરના અલગ–અલગ વિસ્તારોમાં બનેલ ઘટનાઓએ જનજીવનને હચમચાવી દીધું છે.
ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થતા સમયે પતંગની દોરી વચ્ચે આવી જતા બાઇકનું સંતુલન ગુમાયું હતું. બાઇક ડિવાઇડર સાથે અથડાઈ પતિ, પત્ની અને પુત્રી લગભગ 50 ફૂટ નીચે પટકાયા. આ દુર્ઘટનામાં પિતા અને નાની પુત્રીનું ઘટનાસ્થળે જ મો/ત નીપજ્યું હતું, જ્યારે પત્નીનું સારવાર દરમિયાન મો/ત થયું.
જહાંગીરપુરાના આનંદ સોસાયટી વિસ્તારમાં સાયકલ ચલાવતા સમયે પતંગની દોરી ગળામાં ફસાઈ જતા 8 વર્ષીય બાળકનું મો/ત થયું.
ભાઠેના બ્રિજ પર દોરી આડે આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ માતાને ટિફિન આપવા જઈ રહેલો યુવાન પટકાયો હતો અને બાદમાં બસની અડફેટે આવતા તેની મો/ત થઈ.
અલથાણ રોડ પર બાઇક પર જઈ રહેલા યુવાનના ગળામાં દોરી ફસાતા ગંભીર અકસ્માત સર્જાયો.
સચિન વિસ્તારમાં પતંગ ચગાવતા 16 વર્ષીય કિશોરી ધાબા પરથી પટકાઈ જતા મો/તનો બનાવ બન્યો.
ઉતરાણ વિસ્તારમાં પતંગ પકડવા જતા મહિલા ત્રીજા માળેથી પટકાઈ જતાં મો/તનો બનાવ નોંધાયો.
#Surat #Uttarayan #KiteString #PublicSafety #SuratCity
Uttarayan Tragedy | Kite String Accident | Deadly Manja | Surat Incidents | Bridge Accident | Child Accident | Festival Safety | Ame Surati