સુરત
4K Posts • 10M views
Ame Surati
1K views 3 days ago
#📢11 નવેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #સુરત સુરતના ગોડાદરા વિસ્તારમાં 9 નવેમ્બરના રોજ હોટલ નેસ્ટના રૂમ નંબર 8 માં એક તબીબના મોતની ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ, ડોક્ટર ભાવેશ હોટલમાં 8 નવેમ્બરની રાત્રે આશરે 1 વાગ્યે ચેક-ઇન કર્યા હતા, પરંતુ બીજા દિવસે ચેકઆઉટ ન કરતાં હોટલ સ્ટાફને શંકા જતાં પોલીસે જાણ કરી હતી. પોલીસે રૂમનો દરવાજો ખોલતાં ડોક્ટર મૃત હાલતમાં મળ્યા હતા. ઘટના અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને સ્થળ પરથી જરૂરી પુરાવા કબજે કરાયા છે. તપાસ દરમિયાન પોલીસે રૂમમાંથી એક નોટ મળી આવી છે, જેમાં ડોક્ટરે પોતાની પત્ની ‘ધારા’ને સંબોધી લખાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. એક પેજ પર પત્નીનું ચિત્ર દોરેલું હતું અને તેની આગળ “I Love Dhara” લખેલું હતું, જ્યારે બીજા પેજ પર “ન્યાય” શબ્દ લખેલો હતો. મૂળ રાજુલા અને સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા ખાતેની મહા ખોડિયારનગર રેસિડેન્સીમાં 33 વર્ષીય ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડ રહેતા હતા. ડોક્ટર ભાવેશના લગ્ન બે વર્ષ પહેલાં થયા હતા. પત્ની એક વર્ષથી અમદાવાદ ખાતે રહે છે. ડોક્ટર ભાવેશને કોઈ સંતાન નહોતું અને કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પોલીસે નોટ કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપી છે. મૃતકની પત્ની ધારા એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કાર્યરત છે. હાલ, પોલીસ આ ઘટનાનું મૂળ કારણ જાણવા માટે પરિવારજનો તથા ઓળખીતાઓના નિવેદન લઈ રહી છે. પ્રાથમિક તારણ મુજબ, પોલીસ ઘરેલુ મતભેદ અથવા વ્યક્તિગત કારણની શક્યતા તપાસી રહી છે, પરંતુ હજી કોઈ નિશ્ચિત તારણ પર પહોંચી નથી. સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે તબીબી અને ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવી રહી છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #doctor #hotel #godadara
16 likes
15 shares
Ame Surati
3K views 17 days ago
#📢28 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત ડુમસ બીચ પર કાર ફસાવાનો સિલસિલો જારી — મર્સિડીઝને JCBથી બહાર કાઢવી પડી 🚜 સુરતના ડુમસ બીચ પર ફરી એકવાર બેદરકાર ડ્રાઇવિંગની ઘટના સામે આવી છે. બીચના નરમ રેતીવાળા ભાગમાં એક મર્સિડીઝ કાર ફસાઈ જતા ભારે જહેમત બાદ JCB મશીનની મદદથી બહાર કાઢવી પડી હતી. પ્રશાસન મુજબ બીચ પર વાહન લઈ જવાની મનાઈ હોવા છતાં લોકો નિયમ તોડીને વાહન લઈ જતા હોવાથી વારંવાર આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ આવી હરકતો રોકવા કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. #SuratNews #DumasBeach #Mercedes #SuratCity #BeachSafety #GujaratUpdates #SuratPolice #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat
14 likes
19 shares
Ame Surati
174K views 20 days ago
#📢25 ઓક્ટોબરની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત પાલીતાણાના શત્રુંજય પર્વત પર યાત્રામાર્ગ પર સિંહ લટાર મારતો દેખાયો આ વાયરલ વીડિયો ગઈકાલે સવારે 8 થી 9 વાગ્યા વચ્ચે હોવાનો કહેવાય રહ્યું છે #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #palitana #shatrunjay #shatrunjayahill #shatrunjaytirth #lion #havaj #dalamatho #savaj #bhavnagar #gujaratlions
1318 likes
5 comments 1660 shares