આગ
30 Posts • 96K views
Ame Surati
949 views
#સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #આગ સુરત શહેરમાં મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ ખાતે આજે વહેલી સવારે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. સહારા દરવાજા સ્થિત APMC માર્કેટ નજીક આવેલી ફ્રૂટ માર્કેટમાં પ્લાસ્ટિકના બેરેકમાં આગ ભભૂકી ઉઠતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. માર્કેટમાં પ્લાસ્ટિક બોક્સ અને બેરેક વધુ હોવાના કારણે આગ થોડા સમયમાં જ વિકરાળ બની ગઈ હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની કુલ ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાગ્રસ્ત થયાની માહિતી નથી, જેના કારણે વેપારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે ફ્રૂટ માર્કેટમાં અવરજવર વધુ હોય છે, પરંતુ સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. #Surat #APMC #FireIncident #FruitMarket #BreakingNews Surat | Mahatma Gandhi Fruit Market | APMC Market | Fire Brigade | Plastic Boxes | Fire Incident
12 likes
13 shares
Ame Surati
3K views
#😢ગોવા ક્લબ અગ્નિકાંડનો LIVE વિડિઓ #અમે સુરતી #ગોવા ક્લબમાં આગ, 25નાં મોત #💥 સુરત અપડેટ્સ #આગ ગોવાના Birch નાઈટ ક્લબની અંદર આગ ફાટી નીકળતી વખતે કંઈક આવા ભયાનક દ્રશ્યો સર્જાયા હતા અરપોરા વિસ્તારમાં આવેલી Birch નાઈટ ક્લબમાં આગ લાગતી વેળાએ અંદર અફરાતફરી મચી ગઈ હતી. સામે આવેલા દ્રશ્યોમાં જોવા મળે છે કે ક્લબની અંદર નીચે ડાન્સ અને મ્યુઝિક ચાલી રહ્યું હતું, જ્યારે ઉપર સ્ટેજ અને છત તરફ આગ ફેલાતી જઈ રહી હતી. લોકો કંઈ સમજી શકે તે પહેલાં જ ધુમાડા અને જ્વાળાઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિમાં ક્લબમાં હાજર લોકો જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો દુર્ઘટનાની ગંભીરતા અને સુરક્ષા નિયમોની અવગણનાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #fire #goa #club #arpora #nightclub #birchclub #romeolanegoa #romeolane #birch #coldpyro #firecrackers #crackers
18 likes
18 shares
Ame Surati
1K views
#😢ક્લબમાં પ્રચંડ બ્લાસ્ટ 25ના મોત #ગોવા ક્લબમાં આગ, 25નાં મોત #આગ #અમે સુરતી #સુરત ગોવાના ઉત્તર વિસ્તારમાં આવેલા અરપોરા Birch નાઈટ ક્લબમાં લાગેલી ભીષણ આગનો ઘટનાકાળનો વીડિયો સામે આવ્યો છે, જેમાં નીચે ડાન્સ ચાલી રહ્યો હતો ત્યારે ઉપર માળે આગ લાગેલી હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. આ હ્રદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ છે. ડિસેમ્બર મહિનામાં પ્રવાસીઓની ભારે ભીડ વચ્ચે સર્જાયેલી આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 25 થયો છે. પ્રાથમિક તપાસ મુજબ નાઈટ ક્લબમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગેલી હતી, જે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી ગઇ હતી. આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે ક્લબમાં હાજર ઘણા લોકો બહાર નીકળવાનું મોકો પણ મેળવી શક્યા નહોતા. મૃતકોમાં મોટાભાગે નાઈટ ક્લબના કર્મચારીઓ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 4 પ્રવાસીઓના મોત પણ થયા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને ઈમરજન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે આ દુર્ઘટનાને લઈ ઊંડો શોક વ્યક્ત કરી તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ જાતે ઘટનાસ્થળની મુલાકાત લઈને અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલ આગ લાગવાના ચોક્કસ કારણો અંગે તપાસ ચાલી રહી છે, જ્યારે નાઈટ ક્લબમાં સલામતી નિયમો અને ફાયર સેફ્ટીનો ભંગ થયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વીડિયો સામે આવ્યા બાદ ક્લબ સંચાલનની ગંભીર બેદરકારી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #fire #goa #club #arpora #nightclub #bircb #birchclub #romeolane #romeolanegoa
11 likes
6 shares