સુરત સમાચાર
2K Posts • 4M views
Ame Surati
11K views
#📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સિંગર આરતી સાંગાણીએ તબલા વાદક દેવાંગ ગોહેલ સાથે આંતરજાતીય લવ મેરેજ બાદ સોશિયલ મીડિયામાં થઈ રહેલી ટીકાઓ પર મૌન તોડી સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આરતીએ કહ્યું કે “બેટી બચાવો–બેટી વાંચાવો”નું સમર્થન કરનાર સમાજ અને યુવા પેઢીએ વિચારવું જોઈએ કે શું બેટીને પોતાના જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? તેમણે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પરિપક્વ વિચાર પછી લેવાયો છે અને કોઈની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો ક્ષમા માગું છું. સાથે જ તેમણે સૌને સકારાત્મકતા અને પરસ્પર માન–આદર જાળવવાની અપીલ કરી છે. #SuratNews #AartiSangani #IntercasteMarriage #SocialMedia #DevangGohel Love Marriage | Patel Samaj | Singer | Tabla Player
108 likes
2 comments 82 shares
Ame Surati
4K views
#અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત ISPL (Indian Street Premier League) સીઝન-3ના ભવ્ય ઉદ્ઘાટન સમારંભમાં ભાગ લેવા માટે સુરતમાં દેશ-વિદેશની નામી હસ્તીઓનું આગમન થયું છે. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર, બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સાઉથ સિનેમાના સુપરસ્ટાર સૂર્યા શિવકુમાર જેવી દિગ્ગજ હસ્તીઓ સુરત પહોંચી છે. આ સ્ટાર સ્ટડેડ હાજરીને કારણે શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે અને રમતપ્રેમીઓમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ISPL-3ના ઉદ્ઘાટન સાથે જ સુરત ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યું છે. #Surat #ISPL #SachinTendulkar #AmitabhBachchan #Suriya ISPL Season 3 | Indian Street Premier League | Surat Event | Cricket Celebration | Bollywood South Stars | Lalbhai Contractor Stadium
43 likes
29 shares
Ame Surati
60K views
#અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લોકોની સુરક્ષા સાથે સુરત પોલીસે પોતાની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક દિવસની તરછોડી મુકાયેલી બાળકીને દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાઈ હતી, પરંતુ સમયસર માહિતી મળતાં સુરત પોલીસે તાત્કાલિક પગલાં લઈ બાળકીને સુરક્ષિત રીતે બચાવી લીધી. સુરત શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં બાળકીની સંપૂર્ણ સંભાળ લેવામાં આવી અને તેને પ્રેમપૂર્વક “હસ્તી” નામ આપવામાં આવ્યું. બાળકીના નામાંકરણ સમયે હૃદય સ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાવુક બની ગયા હતા. 24 કલાક મહિલા પોલીસ કર્મીઓની દેખરેખ હેઠળ બાળકીની સારસંભાળ રાખવામાં આવી, જે સુરત પોલીસની માનવિયતા અને સંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ છે. #Surat #Gujarat #SuratPolice #Humanity #Inspiration Surat Police | Abandoned Baby | Deladva Talav | Baby Hasti | Social Responsibility | Women Police Care
1020 likes
1 comment 747 shares