#⛈️ભરશિયાળે આ જિલ્લામાં માવઠાનો માર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં માવઠું રહી શકે છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હળવો વરસાદ થઈ શકે છે. સંભવિત વરસાદને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. મહત્વનું છે કે, દરિયામાં પવનની ગતિ વધુ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવીહવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે, કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં માવઠું રહેશે. આગામી 24 કલાક બાદ બે દિવસ ઠંડીનો જોર વધશે. એક તરફ ખેડૂતો માવઠાની આશંકાથી ચિંતિત છે, તો બીજી તરફ શહેરીજનો હવે કડકડતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ રાજ્યમાં લઘુત્તમ તાપમાન હજુ નીચું જશે, જેને કારણે આગામી બે દિવસ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠું થઈ શકે છે. ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 24થી 26 જાન્યુઆરી દરમિયાન કાતિલ ઠંડી સંભવ છે. લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં પણ માવઠું વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, હાલ પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે, જેના કારણે ઉત્તર ભારતમાં હિમાલયના ભાગમાં હિમ તાંડવનીસ્થિતિ સર્જાઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં છેક રાજસ્થાન સુધીના વિસ્તારોના હવામાનમાં મોટો પલટો આવશે. પશ્ચિમી વિક્ષોભની અસર પાકિસ્તાનના પ્રદેશોમાં જોવા મળશે અને ત્યાંથી ધીરે ધીરે સરહદના ભાગોમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં થવાની રહેશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં તો 100 મીમી જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરની સિસ્ટમને લીધે અને અરબ સાગરના ભેજ, આ બન્ને સિસ્ટમો મર્જ થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું સાયક્લોનિક સર્ક્યુલેશન થતા તેમાં આ ભેજ ભળશે અને એન્ટિ સાયક્લોન ગુજરાતના ભાગોમાંથી દૂર હટી જતા ગુજરાતના હવામાનમાં પલટો આવશે. તારીખ 28 સુધીમાં ઉત્તર ભારતમાં પલટો અને 24-25થી 28માં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા સેવવામાં આવી છે. આ દિવસોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પલટો આવશે.
#🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ #તાજા સમાચાર