Sanjay ᗪesai (ZEE 24 કલાક)
17.4K views
17 days ago
#⛄કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સર્જાયેલા માવઠાના માહોલ બાદ હવે હવામાનમાં ફરી પલટો આવ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદની અસર ઓસરતાની સાથે જ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છનું નલિયા 7 ડિગ્રી (7 Degrees) તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યારે રાજકોટમાં પણ પારો ગગડતા લોકો ઠુંઠવાયા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની અને તાપમાનમાં વધઘટ થવાની શક્યતા વ્યક્ત કરી છે.નવા વર્ષની શરૂઆતથી જ ગુજરાતમાં હવામાન (Weather) મિશ્ર રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ બાદ હવે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. નલિયામાં પારો ગગડીને 7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. આ યાદીમાં રાજકોટ બીજા ક્રમે છે, જ્યાં લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાતા શહેરીજનોએ વહેલી સવારે કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો.ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક થઈ ગયું છે. વાદળો હટતાની સાથે જ લઘુત્તમ તાપમાન (Minimum Temperature) ઘટ્યું છે અને ઠંડીનું જોર વધ્યું છે. મેગા સિટી અમદાવાદની વાત કરીએ તો, આગામી 24 કલાક સુધી આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી ની આસપાસ રહેવાની વકી છે, જેના કારણે રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. #આજના સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો