Sanjay ᗪesai (ZEE 24 કલાક)
1.2K views
20 days ago
#🚅આ તારીખથી દોડશે બુલેટ ટ્રેન🤩 બુલેટ ટ્રેનને લઈને રેલમંત્રીએ કહ્યું હતું કે તે 15 ઓગસ્ટ 2027ના રોજ શરૂ થશે. સૌથી પહેલા સુરતથી બીલીમોરા સુધીનું સેક્શન ખૂલશે. એ પછી વાપીથી સુરત સુધી ખૂલશે. પછી વાપીથી અમદાવાદ સુધી ખૂલશે અને એ પછી થાણેથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે.ભારતીય રેલવેના ઇતિહાસમાં જલ્દી જ એક નવો અધ્યાય ઉમેરાવાનો છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે આ માહિતી આપી હતી. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, 15 August 2027ના રોજ દેશને પહેલી બુલેટ ટ્રેન મળશે. અશ્વિની વૈષ્ણવે હાસ્યભર્યા અંદાજમાં કહ્યું કે, તમે હમણાંથી જ બુલેટ ટ્રેનની ટિકિટ બુક કરી લો, આવતા વર્ષે બુલેટ ટ્રેન પણ આવી જશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ પ્રોજેક્ટને નક્કી કરેલી સમયમર્યાદા અંદર પૂરું કરવા માટે સરકાર સંપૂર્ણ ગંભીરતાથી કામ કરી રહી છે. #તાજા સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ #આજના સમાચાર #🔥 બિગ અપડેટ્સ