#⛈️વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી, ગુજરાતમાં શિયાળાનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. સવાર-સાંજ ઠંડી હવા અને ધુમ્મસથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. પરંતુ આ સુખદ ઠંડી વચ્ચે ખેડૂતોના મનમાં ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં માવઠાનો માર પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છમાં પણ માવઠું વરસી શકે છે.શિયાળાની મસ્ત મજાની ઠંડી ગુજરાતભરમાં છવાઈ ગઈ છે. સવારે વહેલી કડકડતી ઠંડીમાં ગુજરાતીઓ મોર્નિંગ વોક અને જીમમાં પરસેવો પાડી શરીરને ગરમ કરી રહ્યા છે. પરંતુ આ ઠંડીની ઋતુ ખેડૂતો માટે ચિંતા લઈને આવી છે. કારણ કે, આગાહીકાર અંબાલાલ પટેલે માવઠાની કરી છે આગાહી. ક્યાં આવવાનો છે કમોસમી વરસાદ?. વરસાદ ધરતીપુત્રો સામે કેવો બનશે વેરી?જાન્યુઆરીની ઠંડી વચ્ચે ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાયું છે. કાશ્મીરથી દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી હવામાનમાં પલટો આવ્યો છે. પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં વાદળો, વરસાદ અને વાવાઝોડાનું આગમન થયું છે. એક સક્રિય અને તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે સમગ્ર ઉત્તર ભારતમાં ઘેરાબંધી કરી છે. ઠંડીથી થોડી રાહત મળી છે પરંતુ મુસાફરી, ટ્રાફિક અને દૈનિક જીવન પર તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તો બીજી બાજુ આજથી એટલે 22મી જાન્યુઆરીથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાની આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે. તો આજે હવામાન વિભાગ, હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટી અને અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જોઈએ.રાજ્યમાં જાન્યુઆરીના અંતિમ દિવસો સુધી હવામાનમાં ફેરફાર રહેવાની શક્યતા છે. ઠંડીની સાથે કેટલાક વિસ્તારોમાં ધુમ્મસ અને કમોસમી વરસાદ જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જાન્યુઆરી સુધી અનેક જિલ્લાઓમાં કડક ઠંડી અનુભવાશે, જ્યારે 22 જાન્યુઆરી બાદ હવામાનમાં અચાનક ફેરફાર આવી શકે છે. હાલ ગુજરાતમાં કાતિલ ઠંડીનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થતો જોવા મળી રહ્યો છે અને લોકોને આંશિક રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ફરી એકવાર હવામાનમાં ઉથલપાથલ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું છે કે 22થી 26 જાન્યુઆરી દરમિયાન માવઠાની સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કરા સાથે વરસાદ પડવાની સંભાવના છે. ઉપરાંત 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં ફેરફાર થવાની અને 13 ફેબ્રુઆરી આસપાસ પણ વાતાવરણ બદલાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. આ આગાહીને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે હાલ રવિ પાકોની મહત્વની સીઝન ચાલી રહી છે. ઘઉં, ચણા, જીરૂ અને ડુંગળી જેવા પાકો તૈયાર થવાના તબક્કે હોવાથી જો કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
#તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ