ઊંઝા-મહેસાણામાં પવન સાથે ધોધમાર વરસાદ: દરિયામાં કરંટથી મોજાં ઊછળ્યાં, 3 નંબરનું સિગ્નલ લગાવાયું; આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી - Ahmedabad News
હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS-3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. | હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં LCS-3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે DC-1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. પૂર્વમધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને