jasmit
6K views • 3 months ago
ગુજરાતમાં આજથી અતિભારે વરસાદનો રાઉન્ડ! જાણો, 7 દિવસની હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ સુધી એટલે કે 2 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી સામે આવી છે. આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ: રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સતત વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની વરસાદની આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ સુધી એટલે કે 2 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અતિભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે બુધવારે રાજ્યના 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. જ્યાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ થઈ શકે છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગરહવેલીમાં અતિભારે વરસાદ થઈ શકે છે. #⛈️ચોમાસાની ખતરનાક સિસ્ટમ સક્રિય
75 likes
42 shares