Failed to fetch language order
રાંધણ છંઠ
21 Posts • 60K views
c.j. jadav
925 views 1 months ago
🍃🍃🌼🍃🍃 🥀 શ્રાવણ વદ-૦૬ રાંધણ છઠ્ઠ...             રાંધણ છઠના દિવસે લોકો નવા - નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.               રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જાય છે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને મીષ્ઠાન.                     આ બધીય વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી સાતમના દિવસે તેનો ઉપયોગ કરવો નહી એવી માન્યતા  છે.                લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે  છે.           શા માટે  ટાઢી રસોઇ જમવામાં આવે છે ?? તો ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે.  મૌસમ બદલાય છે અને ગરમી પણ ધીમે પગલે  આવી જાય છે. - રાંધણ છઠ  કે ટાઢી રસોઈ મુખ્યરીતે આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે.           આ દિવસે ઠંડા પકવાન ખવાય  છે. રાજસ્થાનમાં બાજરાની રોટલી, છાશ, દહીંનો સેવન શરૂ થઈ જાય છે.. શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે. આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી  આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે.              બહુ જૂનુ  છે પ્રચલન કે રાંધણ છઠના દિવસે નવા મટકા લેવા, નવા મટકામાં દહીં જમાવવુ, હાથવાળા પંખા લાવવા અને દાન કરવાની  પણ પરંપરા છે.  જે  જણાવે છે કે  આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનને સ્વાથયની સાથે જ પરોપકાર સાથે જોડીને રાખે છે.                  🍃🍃🌼🍃🍃 #રાંધણ છઠ્ઠ. #🍱રાંધણ છઠ્ઠ🧆 #રાંધણ છંઠ
16 likes
7 shares