Sanjay ᗪesai (ZEE 24 કલાક)
2K views •
#🛺ચાલતી રિક્ષામાં ડ્રાઇવરનું હાર્ટ એટેકથી મોત😥, વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન અકસ્માત સાથે હાર્ટ-એટેકના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે શહેરના રાજમહેલ રોડ પર એક રિક્ષાચાલક યુવક ચાલુ રિક્ષાએ અચાનક ચક્કર આવતાં ઢળી પડ્યો હતો. ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. આ બનાવને લઈ નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.મૃતક રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વડોદરા શહેરના રાજમહેલ રોડ પર ચાલુ રિક્ષામાં બેઠેલા ચાલકને હૃદયરોગનો હુમલો આવતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ શૈલેષભાઈ મનસુખભાઈ મીઠાપરા (ઉંમર 45) તરીકે થઈ હતી. તેઓ શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વિશાલનગરના રહેવાસી હતા અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.રિક્ષા ચલાવતી સમયે અચાનક હૃદયરોગનો હુમલો આવતાં મોત એ દરમિયાન આજે રિક્ષા ચલાવતા સમયે અચાનક તેમને ચક્કર આવતાં ડ્રાઈવર સીટ પર જ ઢળી પડ્યા હતા, જ્યાં હૃદયરોગનો હુમલો આવતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે રાજમહેલ રોડ વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. એ બાદ મૃતકનાં પરિવારજનોને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.ઘટનાસ્થળે પહોંચેલી માતા પુત્રના મૃતદેહને જોઈને ભારે આક્રંદ કરી રહી હતી. શૈલેષભાઈ ગરીબ માતાના ત્રીજા પુત્ર હતા અને અગાઉ પણ તેમના બે ભાઈનાં મોત નીપજ્યાં હોવાથી આ મોતે પરિવારને વધુ લાચાર બનાવી દીધો છે. ઘટનાસ્થળે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં. નવાપુરા પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
#🔥 બિગ અપડેટ્સ #તાજા સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ #વડોદરા
12 likes
12 shares