#સર્વ પિતૃ અમાસ #પિતૃ પક્ષ અમાવસ્યા #✴️વ્રત કથા📿 #🌺 પિતૃ પક્ષ ની શુભકામના 🙏
☀️સર્વ પિતૃ અમાવસ્યા કથા ☀️
🔅એક પુરાણ સમયનીવાત છે એક નગરમાં અગ્નિષ્વાત અને બર્હિષપદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતાં. તેમની માનસ કન્યા નું નામ અક્ષોદા હતું . આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રદ્રા પક્ષની સવૅ પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃ દેવતા અક્ષોદા સામે પ્રકટ થયાં.
🔅તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ એક જ તેજસ્વી પિતૃ અમાવસુ તરફ થઈ ગયું.અને બીજું કાંઈ જોયા વગર કે બીજી કાંઈ કર્યાં વગર એકીટશે તેજ પિતૃ ને જોઈ રહી હતી, તેણે અમાવસુને કહ્યું, વરદાનમાં તમે કે તમે મને સ્વીકારો, હું તમારી સાથે રહેવા ઇચ્છું છું.અને જીવન માડવા ઈચ્છું.
🔅અક્ષદાના આ વચન સાભળીને સવૅ પિતૃ દેવતા ગુસ્સે થઈ ગયા. તેમણે તેજ ક્ષણે શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વી લોક જશે. આ સાંભળીને અક્ષોદા કરેલી પોતાની ભુલ ખબર પડી ને તથા તે માફી માગવા લાગી. ત્યારે પિતૃઓએ તેને માફ કરીને શ્રાપ માંથી મુક્તિ માટે તેને કહ્યું કે તે મત્સ્ય કન્યા સ્વરૂપે જન્મ લેશે.
🔅પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પારાશર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદવ્યાસ જન્મ થશે. તે પછી શ્રાપ મુક્ત થઈને તે ફરીથી પિતૃલોકમાં આવી જશે.
🔅🔅બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસુના ખુબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ના દેતા પોતાના સંયમ અને નિયમ ઉપર એક નિષ્ટ રહ્યાં, માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસુ સ્વરૂપ ઓળખાશે.
🙏 ૐ નમો નારાયણ 🙏
🙏🪔 પિતૃદેવો ભવ 🪔🙏