✴️વ્રત કથા📿
9 Posts • 1K views
Sarvadaman Bhatt
1K views 4 months ago
#સર્વ પિતૃ અમાસ #પિતૃ પક્ષ અમાવસ્યા #✴️વ્રત કથા📿 #🌺 પિતૃ પક્ષ ની શુભકામના 🙏 ☀️સર્વ પિતૃ અમાવસ્યા કથા ☀️ 🔅એક પુરાણ સમયનીવાત છે એક નગરમાં અગ્નિષ્વાત અને બર્હિષપદ નામના અતિ પવિત્ર પિતૃદેવ રહેતા હતાં. તેમની માનસ કન્યા નું નામ અક્ષોદા હતું . આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રદ્રા પક્ષની સવૅ પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃ દેવતા અક્ષોદા સામે પ્રકટ થયાં. 🔅તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ એક જ તેજસ્વી પિતૃ અમાવસુ તરફ થઈ ગયું.અને બીજું કાંઈ જોયા વગર કે બીજી કાંઈ કર્યાં વગર એકીટશે તેજ પિતૃ ને જોઈ રહી હતી, તેણે અમાવસુને કહ્યું, વરદાનમાં તમે કે તમે મને સ્વીકારો, હું તમારી સાથે રહેવા ઇચ્છું છું.અને જીવન માડવા ઈચ્છું. 🔅અક્ષદાના આ વચન સાભળીને સવૅ પિતૃ દેવતા ગુસ્સે થઈ ગયા. તેમણે તેજ ક્ષણે શ્રાપ આપ્યો કે તે પિતૃલોકથી પૃથ્વી લોક જશે. આ સાંભળીને અક્ષોદા કરેલી પોતાની ભુલ ખબર પડી ને તથા તે માફી માગવા લાગી. ત્યારે પિતૃઓએ તેને માફ કરીને શ્રાપ માંથી મુક્તિ માટે તેને કહ્યું કે તે મત્સ્ય કન્યા સ્વરૂપે જન્મ લેશે. 🔅પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પારાશર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદવ્યાસ જન્મ થશે. તે પછી શ્રાપ મુક્ત થઈને તે ફરીથી પિતૃલોકમાં આવી જશે. 🔅🔅બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસુના ખુબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ના દેતા પોતાના સંયમ અને નિયમ ઉપર એક નિષ્ટ રહ્યાં, માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસુ સ્વરૂપ ઓળખાશે. 🙏 ૐ નમો નારાયણ 🙏 🙏🪔 પિતૃદેવો ભવ 🪔🙏
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
10 likes
6 shares
Sarvadaman Bhatt
848 views 4 months ago
#🌺વામન જયંતિ🙏 #🙏🙏 વામન જયંતી નિ હાર્દિક શુભકામના 🙏🙏 #✴️વ્રત કથા📿 📿વામન જયંતી 📿 🔅વામન અવતાર હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના દશ અવતારોમાંથી પાંચમો અવતાર છે. જે ભાદ્રપદમાં શુક્લ પક્ષની દ્વાદશીને અવતરિત થયા. આચાર્ય શુક્ર એ એમની સંજીવની વિદ્યાથી બલી તથા બીજા અસુરો ને પણ જીવિત તેમજ સ્વસ્થ કરી દીધા હતા. 🔅રાજા બલીએ આચાર્યની કૃપાથી જીવન પ્રાપ્ત કર્યું હતું. તે સાચા હ્રદયથી આચાર્યની સેવામાં લાગી ગયા. શુક્રાચાર્ય પ્રસન્ન થયા. એમણે યજ્ઞ કરાવ્યો. અગ્નિથી દિવ્ય રથ, અક્ષય ત્રોણ, અભેદ્ય કવચ પ્રકટ થયા. આસુરી સેના અમરાવતી પર ચઢી ગઈ. ઇન્દ્ર એ જોતા જ સમજી લીધું કે આ વખતે દેવતા આ સેનાનો સામનો નહિ કરી શકે. બલી બ્રહ્મતેજથી પોષિત હતો. દેવગુરુના આદેશથી દેવતા સ્વર્ગ છોડીને ભાગી ગયા. 🔅અમર ધામ અસુર રાજધાની બન્યું. શુક્રાચાર્ય એ બલીનું ઇન્દ્રસ્થ સ્થિર કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો પ્રારંભ કર્યો. સો અશ્વમેઘ કરીને બલી નિયમ સમિત ઇન્દ્ર બની જશે. પછી એને કોણ હટાવી શકે છે. 🔅આ જોઇને દેવમાતા અદિતિ અત્યંત દુખી હતા. એમણે એમના પતિ મહર્ષિ કશ્યપથી એમણે પ્રાર્થના કરી. મહર્ષિ તો એક જ ઉપાય જાણે છે.- ભગવાનના શરણ, અને આરાધના. અદિતિ એ ભગવાનની આરાધના કરી, પ્રભુ પ્રકટ થયા. અદિતિને વરદાન મળ્યું. એના જ ગર્ભથી ભગવાન પ્રકટ થયા. તત્કાલ વામન બ્રહ્મચારી બની ગયા. 🔅મહર્ષિ કશ્યપ એ ઋષીઓની સાથે એનું ઉપનયન સંસ્કાર સંપન્ન કર્યું. ભગવાન વામન પિતાથી આજ્ઞા લઈને બલીને ત્યાં ગયા. નર્મદાના ઉત્તર કિનારા પર અસુરેન્દ્ર બલી અશ્વમેઘ યજ્ઞ માં દીક્ષિત હતા. આ એનો અંતિમ અશ્વમેઘ હતો. 🔅છત્ર, પલાશ, દંડ તથા કમન્ડલુ માટે, જટાધારી, અગ્નિની સમાન તેજસ્વી વામન બ્રહ્મચારી ત્યાં પધાર્યા. બલી, શુક્રાચાર્ય, ઋષિગણ, બધા એ તેજથી અભિભૂત એમની અગ્નીઓની સાથે ઉઠીને ઉભા થયા. બલી એ એના ચરણ ધોયા, પૂજા કરી અને પ્રાર્થના કરી જે પણ ઈચ્છા હોય તે માંગી લો. 🔅બલીના કુળની શૂરતા, ઉદારતા વગેરેની પ્રશંશા કરીને વામને 'મને મારા પગોથી ત્રણ પદ ભૂમિ જોઈએ.' માંગ્યું. બલીએ ખુબ આગ્રહ કર્યો કે બીજું કંઈ માંગી લો પર વામન એ જે માંગ્યું હતું તે જ માંગ્યું હતું. એક પદમાં પૃથ્વી, એકમાં સ્વર્ગાદીલોક તથા શરીરથી સમસ્ત નભ વ્યાપ્ત કરી લીધા એમણે એનું વામ પદ બ્રહ્મલોકથી ઉપર સુધી ગયું. 🔅એના અંગુષ્ઠ નખથી બ્રહ્માંડનું આવરણ તનિક તૂટી ગયું. બ્રહ્મદ્રવ ત્યાંથી બ્રહ્માંડમાં પ્રવેશ થયા. બ્રહ્માજી એ ભગવાનના ચરણ ધોયા અને ચરણોદકની સાથે એને બ્રહ્મદ્રવને એમના કમંડળમાં લઇ લીધા. તે જ બ્રહ્મદ્રવ ગંગાજી બન્યા. 🙏📿ૐ નમો ભગવતે વાસુદેવાય 📿🙏 🙏📿ૐ નમો નારાયણ📿🙏
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
14 likes
13 shares
Sarvadaman Bhatt
781 views 5 months ago
#🙏શીતળા સાતમ🌼 #શિતળા સાતમની કથા #✴️વ્રત કથા📿 📿 શિતળા માતા ની કથા 📿 🔅એક ગામમાં એક ડોશી તેના બે દિકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દિકરાની વહું ખુબ જ જબરી હતી. તે ઇર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહું ખુબ જ ભોળી હતી. તે બીજાના દુ:ખે દુ:ખી થનારી હતી. 🔅એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠ્ઠના દિવસે નાની વહું રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતાં રાંધતાં થાકી ગઇ હતી એટલામાં જ તેનો નાનો દિકરો ઘોડિયામાં સુતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી વાર આડી પડી તો સુઇ ગઇ અને ચુલો ઠારવાનો ભુલી ગઇ.ત્યારે શીતળામાતા રાતે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચુલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખુ શરીર દાઝી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુંને શ્રાપ આપ્યો કે જેવું મારુ શરીર બળ્યું તેવું તારૂ પેટ બળજો. 🔅નાની વહુંએ જ્યારે સવારમાં ઊઠીને ઘોડીયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો અને ચુલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળામાતાનો જ કોપ લાગ્યો છે. તે ખુબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતાં કહ્યું કે તું શીતળામાતા પાસે જઈને તારા દિકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારા પર કૃપા કરશે. 🔅નાની વહું તેની સાસુની વાત સાંભળીને દિકરાને પોતાના ખોળામાં લઈને શીતળામાતાની શોધમાં નીકળી પડી. તેને રસ્તામાં સૌથી પહેલા બે તલાવડીઓ મળી. તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઇ તેનું પાણી પીતું નહોતુ કેમકે જે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું.નાની વહુને આ રીતે પોતાનો દિકર લઈને જતી જોઈને તલાવડીઓએ પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તો નાની વહુએ પોતાના પર લાગેલ શીતળામાતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા માટે જાઉ છું. ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પુછતી આવજે કેમકે જે અમારું પાણી પીવે છે તે મૃત્યું પામે છે. 🔅નાની વહું આગળ વધી તો તેને બે આખલા લડતાં જોવા મળ્યાં તે બંન્નેના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતાં. નાની વહુંને જતી જોઈને તેઓએ પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કયું કે અમારૂ લડવાણું કારણ પુછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પુછજે. 🔅નાની વહું આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોશીને પોતાના બંન્ને હાથે વાળમાં ખંજવાળતી જોઈ તે ડોશીએ વહુંને પુછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાંફતી હાંફતી? વહુંએ શીતળામાતાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી કે જરા મારું આટલું માથુ જોતી જા. નાની વહું ખુબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહી. તેને પોતાનો દિકરો તે ડોશીના ખોળામાં મુકીને તેમની જૂ વીણવા માટે બેઠી. થોડી વાર પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીરવાદ આપ્યા કે જેવું મારૂ માથું ઠર્યું તેવું તારૂ પેટ ઠરજો.એટલામાં તો ચમત્કાર થયો અને તેનો દિકરો જીવંત થયો. 🔅નાની વહું સમજી ગઈ કે આ જ શીતળા માતા જ છે. તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભુલની માફી માંગી.ત્યાર બાદ તેને તલાવડીઓના દુ:ખનું નિવારણ પુછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયાં જનમમાં બંન્ને શોક્ય હતી દિવસ ઉગ્યાથી આથમા સુધી લડતી રહેતી હતી કોઇને પણ છાશ કે પાણી આપતી નહોતી. તેથી આ જન્મમાં કોઇ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુ:ખનું નિવારણ થઈ જશે. ત્યાર બાદ તેને બે આખલાના લડવાનું કારણ પુછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયાં જન્મમાં તેઓ દેરાણી-જેઠાણી હતી. તે બંન્ને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઇને પણ દળવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંન્નેના ડોકે ઘંટીના પડ બાંધી લડ્યાં કરે છે. તું તે બંનેના ગળેથી ઘંટીના પડ છોડી નાંખજે તો તે બંન્ને લડતાં બંધ થઈ જશે.નાની વહું શીતળામાતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યાં તે બંનેના દુ:ખનુ નિવારણ કર્યું. ત્યાર બાદ બંન્ને તલાવડીનું પાણી પીને તેઓનું દુ:ખ પણ દુર કર્યું. તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દિકરાને જીવતો જોઇને ખુશીના રેડ થઈ ગયાં. પરંતુ તેની જેઠાણી તો અંદરો અંદર બળી ગઈ. 🔅આ રીતે એક વર્ષ પુરૂ થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળામાતાના દર્શનની ઇચ્છા થઈ તો તે પણ ચુલો સળગતો મુકીને સૂઈ ગઈ. રાતે જ્યારે શીતળામાતા આવ્યાં તો તેમનું શરીર ચુલામાં આળોટવાને કારણે બળી ગયું તો તેઓએ મોટી વહુંને શ્રાપ આપ્યો કે જેવું મારૂ શરીર બળ્યું તેવું તારૂ પેટ બળજો. માતાના શ્રાપના કારણે તેનો દિકરો બળીને ભડથું થઈ ગયો. 🔅તેને રસ્તામાં બે તલાવડીઓ મળી. તેઓએ તેને પુછ્યું કે બહેન ક્યાં જાય છે? તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દિકરો મરી ગયો છે શીતળામાતા પાસે જાઉ છું. તલાવડીઓએ પુછ્યું કે અમારૂ કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી. થોડાક આગળ જતાં આખલા મળ્યાં તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી. તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોશી પોતાનું માથું ખંજવાળતી મળી. ડોશીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારૂ માથું જોઇ દઉ મારે શીતળામાતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દિકરો મૃત્યું પામ્યો છે. તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળામાતાના દર્શન થયાં નહી એટલે પોતાના દિકરાને લઈને છાતી કુટતી ઘરે આવી. 🔅જેવી રીતે માતા તમે દેરાણીને ફળ્યાં હતાં તેવી રીતે સૌને ફળજો. 📿🚩જય શિતળા માતા 🚩📿
ShareChat QR Code
Download ShareChat App
Get it on Google Play Download on the App Store
10 likes
10 shares