માતૃપ્રેમ કાવ્ય
22 Posts • 488 views
Chandrakant H. Madhak
647 views 4 months ago
*ગાંધીનગરથી પ્રસિધ્ધ થતાં દૈનિક અખબાર 'ન્યુઝ ઓફ ગાંધીનગર (જન ફરિયાદ) ' માં વિષય "મનગમતી રચના" શિર્ષક "તારું મારું" મારી પધ રચના પ્રસિદ્ધ કરવા બદલ હું માનનીય તંત્રીશ્રી પ્રદિપભાઈ રાવલ અને માનનીય શ્રી કૌશિકભાઈ શાહ (બોસ્ટન - અમેરિકા) નો હ્રદય પૂર્વક આભાર માનું છુ.* *👈👉તારું મારું 👉👈* *પ્રેમ સ્નેહ મળતાં બચપણમાં લાગ્યું જાણે જીવન બહું પ્યારું છે,* *સુખમાં લાગે વર્ષાથી ખીલતી પ્રકૃતિ જેવું લીલું હરિયાળું છે,* *દુઃખમાં લાગે દિવસે પ્રકાશમાં પણ રાત જેવું અંધારું છે,* *કુદરતે આપ્યું તન મન ધન જે પુરસ્કાર રૂપે તારું છે,* *આશા મોહમાયા સ્વાર્થથી જે મેળવેલ તે પણ ક્યાં મારું છે,* *સરિતાનું સ્વયં વહેતું અમૃત જેવું મીઠું પાણી અમારું છે,* *સાગરમાં ભળ્યા પછી સંગથી મીઠું પાણી પણ ખારું છે,* *ઉડવા માટે પક્ષીઓ માટે તો નભ સઘળું સહિયારું છે,* *પાંખો ફેલાવી વિહંગ માટે ખુલ્લું આકાશ પ્યારું છે,* *ગ્રહણનાં અંધકારમાં ચમકતો ધ્રુવ તારો માર્ગદર્શક મોંધુ મ્હોરું છે,* *સ્વાર્થહીન મળતું 'ચંદ્ર' સૂર્યનું ઉજ્જવળ અંજવાળુ મફત પરબારું છે.* *✍🏻 'ચંદ્ર' ચંદ્રકાન્ત હરીલાલ માઢક* *(નીવૃત પોલીસ સબ ઈન્સ.) રાજકોટ* #' આનંદ' ની કાવ્ય ગોષ્ટી #પ્રસંગ કાવ્ય #મારી કાવ્ય ગલઝ #કાવ્ય સંગીત #માતૃપ્રેમ કાવ્ય
17 likes
10 shares
Chandrakant H. Madhak
594 views 5 months ago
*અમદાવાદમાં કરુણાસભર પ્લેન ક્રેશની આકસ્મિક ઘટનાથી પ્રવાસી પેસેન્જરોની આશા અરમાનભરી યાત્રા છેલ્લી અનંત યાત્રા બની ગઈ વિમાન ડોક્ટર હોસ્ટેલ પર ક્રેશ થતાં અભ્યાસ કરતાં ભાવિ ડોક્ટરો સહિત અનેકનાં મોત નીપજતાં જે સર્વ ભોગબનનારા દિવ્યાત્માઓનાં પરિવારને ઇશ્વર દુઃખ સહન કરવાંની શક્તિ આપે તેમજ દિવ્યાત્માઓને મોક્ષ પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે મારી સ્વરચિત "કુદરત તારો કિરદાર" પધ રચના સર્વ દિવ્યાત્માઓને શ્રધ્ધાંજલિ રૂપે અર્પણ કરું છું.* *🙏 ૐ શાંતી શાંતી શાંતી 🙏* *✈️ કુદરત તારો કિરદાર ✈️* *--------------------------* *વિમાનમાં માનવો આશા આકાંક્ષાનાં સ્વપ્નાઓ સાથે આકાશે ઉડયાં લઈ અનેરા અરમાન,* *આંખોમાં દીવાસ્વપ્ના ચાલુ હોય ત્યાં ખાખ થઈ ગઈ તુરત જ માનવ ઝીંદગીઓ ભટકાતાં બિલ્ડીંગે વિમાન,* *વિમાની અગનગોળામાં ભડથું થઈ પ્રવાસીઓની બની ગઇ આખરી યાત્રા પહોચ્યાં અનંતધામ,* *અગનમાં ભસ્મીભૂત થઇ અનેક ભાવિ સ્વપ્નો સાથે ભરખી ગઈ અભ્યાસી ડોક્ટરોની માનવ જાન,* *સ્વજનોની અચાનક વિદાયથી પરિવાર સ્નેહીજનો રાષ્ટ્રજનોને હૈયે લાગ્યો અચાનક ગરમ ડામ,* *પ્રાર્થના છે સર્વ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપી દિવ્યાત્માઓને ચીર શાંતી સાથે કરજે મોક્ષ પ્રદાન.* *"ચંદ્ર" ની શીતળતા વચ્ચે સૂર્યની ઉષ્ણ ગરમીમાં દઝાડતો નહીં કુદરત નિભાવજે સાચો કિરદાર તો જ મળશે શ્રદ્ધા સાથે સન્માન.* *✍🏻" ચંદ્ર " ચંદ્રકાન્ત હરીલાલ માઢક* *(નીવૃત પોલીસ સબ ઇન્સ.) રાજકોટ* #માતૃપ્રેમ કાવ્ય
15 likes
7 shares