renatus welness. pvt.Ltd
888 views • 1 months ago
#🔴આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી ⛈️⛈️ બંગાળની ખાડીમાં નવી લૉ પ્રેશર સિસ્ટમ અને ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદના રાઉન્ડ ની આગાહી⛈️⛈️
ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને નજીકના મ્યાનમાર લાગુ વિસ્તારો ઉપર રહેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના પ્રભાવ હેઠળ, આજે 02" સપ્ટેમ્બર 2025 ના રોજ આ વિસ્તારમાં નવું લૉ પ્રેશર રચાયું છે. આગામી 24 કલાક દરમિયાન તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ ઓસિસ્સાના કાંઠા તરફ આગળ વધશે. ત્યારબાદના 24 કલાક દરમિયાન તે વધુ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી ઓરિસ્સા લાગુ છત્તીસગઢના વિસ્તારો સુધી પહોંચશે.
સરેરાશ દરિયાઈ સપાટી પર ચોમાસાની ધરી હવે બિકાનેર, ચુરુ, ગુના, જબલપુર, પેન્દ્રા રોડ-કિયોંઝરગઢ અને બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સિસ્ટમના કેન્દ્રમાંથી પસાર થાય છે.
એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તરપશ્ચિમ રાજસ્થાન ઉપર હતું જે હવે દક્ષિણ હરિયાણા અને આસપાસના વિસ્તારો ઉપર સક્રિય છે.
બંગાળની ખાડીમાં રહેલી લૉ પ્રેશર સિસ્ટમ આગામી 2-3 દિવસમાં મધ્ય ભારત સુધી પહોંચશે જેની અસરથી 4 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય તેવી સંભાવના છે. શરૂઆતમાં ગુજરાત રીજીયનના વિસ્તારો જેમાં પૂર્વ મધ્ય ગુજરાત, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે તેમાં વરસાદના વિસ્તારોમાં વધારો થશે. આગાહી સમયગાળા દરમ્યાન ટોટલ વરસાદની માત્રા ઉપર નજર કરીએ તો 4-5-6-7 સપ્ટેમ્બર દરમ્યાન આ વિસ્તારોમાં ઘણા સ્થળે હળવો મધ્યમ( એક થી અઢી ઇંચ) અને કેટલાક સ્થળે ભારે (ત્રણ થી પાંચ ઇંચ) અને સીમિત વિસ્તારોમાં અતિ ભારે (સાડા પાંચ થી આઠ ઇંચ) જેટલો કુલ વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં 5 સપ્ટેમ્બરથી વરસાદમાં વધારો થઈ શકે. હાલ સિસ્ટમના ટ્રેક મુજબ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 5 થી 8 સપ્ટેમ્બર દરમ્યાન કેટલાક વિસ્તારોમાં મધ્યમ થી ભારે (એક થી ચાર ઇંચ) વરસાદ અને ખૂબ સીમિત વિસ્તારોમાં ભારે થી અતિભારે ( પાંચ થી આઠ ઇંચ) વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સિસ્ટમનો વધુ પ્રભાવ ઉતર-મધ્ય સૌરાષ્ટ્ર, કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છમાં જોવા મળી શકે. સૌરાષ્ટ્રમાં સિસ્ટમના ટ્રેક આધારિત વરસાદના વિસ્તારો અને વરસાદના પ્રમાણમાં ફેરફાર થઈ શકે છે જેની વધુ અપડેટ આગળ આપવામાં આવશે.
-
નોંધ: તમામ માહિતી હાલના વેધર ચાર્ટ ના આધારે છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે છે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્યાને લેવી.
10 likes
16 shares