Failed to fetch language order
😱ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી VIDEO
30 Posts • 133K views
#😱ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી VIDEO થાઈલેન્ડે કંબોડિયામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી, VIDEO: બુલડોઝર ફેરવ્યું; ભારતે કહ્યું- આવાં કામ ન કરો, આ લોકોની આસ્થા પર હુમલો 👇👇👇👇👇 થાઈલેન્ડ અને કંબોડિયાની બોર્ડર પર થાઈ સેનાએ ભગવાન વિષ્ણુની એક મૂર્તિ તોડી નાખી. એશિયાનેટ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, થાઈ સૈનિકોએ બુલડોઝર ચલાવીને મૂર્તિને પાડી દીધી. ઘટના સોમવાર, 22 ડિસેમ્બરની જણાવવામાં આવી રહી છે.
98 likes
92 shares
♘ᗪu͟s͟h͟y͟a͟n͟t͟༆
14K views 27 days ago
#👀 વાયરલ સ્ટોરી અપડેટ 🎬 #😱ભગવાન વિષ્ણુની મૂર્તિ તોડી VIDEO #🤩 શોર્ટ અપડેટ્સ વીડિયો 🎥 #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો #📃📰 એકદમ તાજા સમાચાર📰📝 એશિયામાં બે દેશો વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે ભગવાન વિષ્ણુની મૂર્તિ પર બુલડોઝર ફેરવી દેવાતા ભારતે ઘટનાની આકરાશબ્દોમાં નિંદા કરી છે. ઘણા દિવસથી દક્ષિણ પૂર્વીય એશિયાઈ દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. આઠ ડિસેમ્બરથી શરૂ થયેલા યુધ્ધમાં લગભગ 40 લોકોના મોત થયા છે અને 800,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે કંબોડિયાએ હવે થાઈલેન્ડ પર વિવાદિત સીમા વિસ્તારમાં હિન્દુ મૂર્તિ તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારું કૃત્ય: ભારત ભારતે સીમા વિવાદ વિસ્તારમાં હિન્દુ દેવતાની પ્રતિમા તોડી પાડવાને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડનારું કૃત્ય ગણાવ્યું છે અને બંને દેશોને વારસાને નુકસાન ન પહોંચાડવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવા અપીલ કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢતા કહ્યું છે કે અમે અહેવાલો જોયા, આ પ્રકારના અપમાનજનક કૃત્યો વિશ્વભરના હિન્દુ દેવી-દેવતાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને તે થવું જોઈએ નહીં, લોકો ખૂબ જ શ્રદ્ધા સાથે હિન્દુ અને બૌદ્ધ દેવતાઓને માને છે.
53 likes
43 shares