Ame Surati
3.5K views
#સુરત #📢2 ડિસેમ્બરની મુખ્ય હાઈલાઈટ્સ🆕 #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી વરાછા વિસ્તારમાં ફરી એક વખત બાંધકામની બેદરકારી સામે આવી છે. અંકુર સોસાયટી નજીક ચાલી રહેલા બાંધકામ દરમિયાન બોર્ડરની દીવાલ પત્તાના મહેલની જેમ અચાનક ધરાશાયી થઈ હતી. દીવાલ સાથે બે મોટા વૃક્ષો અને સ્ટ્રીટ લાઇટ પણ ઉખડીને નજીકના ઊંડા ખાડામાં કામ કરી રહેલા જેસીબી પર ખાબક્યા હતા. ઘટનાનો ધડાકો એટલો જોરદાર હતો કે અવાજ સાંભળીને આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ક્ષણભર માટે તેમને જાણે ભૂકંપ આવ્યો હોય તેવો ભાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં બાંધકામ દરમિયાન દીવાલ પડવાની આ બીજી ઘટના છે, જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે અને બાંધકામની સલામતી તથા જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. #surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #gujarat #varachha #counstruction #wall #landslide