Ame Surati
942 views
18 days ago
#સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી ભેસ્તાન વિસ્તારમાં નજીવી બાબતે બોલાચાલીએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું. અગાશી પર પાણીની ટાંકી પર પેશાબ કરતા ઠપકો આપ્યો તો ચાર બાળકો અને એક યુવકે પરિવાર પર હુમલો કર્યો હતો. ઘટનામાં મહિલાને, તેમના પતિને અને દિયરને ચપ્પુ વડે ઇજા પહોંચાડવામાં આવી. ગંભીર હુમલામાં દિયરના મોત થયું છે જ્યારે પતિ હાલ સારવાર હેઠળ છે. માહિતી મુજબ ચાર બાળ કિશોરો અને એક યુવકે મળીને આ હુમલો કર્યો હતો. ભેસ્તાન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં ચાર કિશોરોને ડિટેઈન કર્યા છે અને આરોપી યુવક સોહેબ ખાનને ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છવાયો છે અને પોલીસે કાયદો અને વ્યવસ્થાને જાળવવા પગલાં કડક કર્યા છે. #Surat #CrimeUpdate #Bhesan #PoliceAction #BreakingNews Bhesan murder | minor boys detained | Soheb Khan arrested | stabbing incident | tanker urination dispute | family attack | Surat crime | police investigation