c.j. jadav
1.7K views
14 days ago
🍃🍃🌼🍃🍃 બાળ ચરીત્ર...          વળી એક સમયે ધર્મદેવ પોતાના બન્ને પુત્રોને સાથે લઈને, માગસર સુદી પાંચમને દિવસે અવધપુરી દશરથ રાજાનોવિવાહ થયેલો, તે દિવસથી આરંભીને અદ્યાપિ સુધી મેળો ભરાય છે, તે મેળા પ્રસંગે જવા તૈયાર થયા. તે રસ્તામાં ચાલતાં એક નાગડા વૈરાગીની જમાત પણ અયોધ્યાપુરીએ જતી હતી. તેમને સાધુ જાણીને તે ત્રણે જણ બાપ દીકરા સાથે ચાલ્યા, તે મનોરમા નદીના મખોડા ઘાટે જઈને તે વૈરાગીની જમાત તો કાંઠા ઉપર ઉતરતી હતી. અને ધર્મદેવ તો રામચંદ્રજીના મંદિરમાં જઇને ઉતર્યા. ત્યારબાદ સ્નાન કરવા માટે નદીમાં આવ્યા. તે આવીને ધર્મદેવ તથા ભાઈ એ બે તો જળના લોટા ભરીને શૌચવિવધ કરવા ગયા. તે સમયે ઘનશ્યામ મહારાજને તે જમાતનો એક વૈરાગી કહેવા લાગ્યો જે, હે ઘનશ્યામ ! અહીં આવો અને આ તાંદળજાની લીલી ભાજી ઠાકોરજી માટે અમોને લેવરાવો. ત્યારે ના પાડીને કહ્યું જે, આ ભાજી તો આ મંદિરના વૈરાગીએ ઠાકોરજી અર્થે વાવેલી છે. અને તે ભાજી લીલી છે. માટે તેમાં તો જીવ છે. તેથી અમો નહીં તોડીએ. તેવું સાંભળીને તે વૈરાગીને રીસ ચડી અને ક્રોધ કરીને પોતાની તલવાર લઇને, ઉઘાડી કરીને એકદમ મારવા સારૂં દોડી આવ્યો. ત્યારે તેના સામાપક્ષવાળા કહેવા લાગ્યા જે, તુમ યહ લડકે તો કાયકો વાસ્તે ડરાવતે હો. ત્યારે બોલ્યા જે, હમારા કહા નહીં માનતેં ઉસેં મૈં માર ડાલુંગા. એમ કહે છે ત્યાં તો પોતે પોતાના પિતા જ્યાં નદીમાં સ્નાન કરે છે ત્યાં નાસી ગયા. પછી તો સામાપક્ષવાળા ઉપર તે વૈરાગીને ક્રોધ થઇ આવ્યો અને બોલ્યો જે, તમે મને વાતો કરાવી એટલે તે છોકરો નાસી ગયો. માટે હવે તો હું તમોને મારીશ. એમ વાદ વધતાં તે વૈરાગીઓના સામસામા હરિ ઇચ્છાથી બે પક્ષ બંધાણા. તેથી એમને એમ મારામારી થઈ. તે વાતની તેના ગુરૂને એકબીજાના કહેવાથી જાણ થઈ તે એકદમ દોડીને ત્યાં આવ્યો. અને તેને વારવા લાગ્યો. તો પણ તેનીઅવજ્ઞા કરીને, તેને નહીં માનીને, પરસ્પર માંહોમાંહી ઘણોક ટંટો ચાલ્યો. તેથી કેટલાક અસુરો તે જગ્યાએ કપાઈ મુઆ. એવું મહાકુતુહલ જોઇને ધર્મદેવ પોતાના બન્ને પુત્રોને લઈને તત્કાળ તે મંદિરમાં જતા રહ્યા. એવી રીતે ઘનશ્યામ મહારાજ આ પૃથ્વીના ભારરૂપ અસુરોને પરસ્પર દ્વેષ કરાવીને પૃથ્વીનો ભાર ઉતારતા હતા.                                  🍃🍃🌼🍃🍃 #✋ જય સ્વામીનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા