#અમે સુરતી #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર સુરતના લીંબાયત વિસ્તારમાં ઘર કંકાશનો ભયાનક અંત લાવતા પતિની હ/ત્યા નો બનાવ સામે આવ્યો છે.
પોલીસ તપાસ મુજબ પત્ની ઇશરત ખાતુને પોતાના 39 વર્ષીય પતિ હૈદર અલી બાકર અલીને પહેલે દૂધમાં ઝેરી દવા ભેળવી મો/તના ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પતિ બચી જતા રાત્રી દરમિયાન છાતી પર બેસી ગળું દબાવી હ/ત્યા કરી હતી.
39 વર્ષિય મૃતક હૈદર અલી બાકર અલી લિંબાયતના નવાનગર સ્થિત ગલી નંબર 3 ના પ્લોટ નંબર 170 માં રહેતો હતો. હૈદર અલી વ્યવસાયે મુંબઈ ખાતે ટાઇલ્સ લગાડવાનું કામ કરતો હતો. અને મહિનામાં માત્ર એક વાર સુરત પોતાના ઘરે આવતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, હૈદર અલી તેની પત્ની ઇશરત જહાંને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ ત્રાસથી કંટાળીને ઇશરત જહાંએ તેના પતિનું કાસળ કાઢવાનો ઘાતકી પ્લાન બનાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ દરમિયાન પત્ની દ્વારા ગુનો કબૂલ કરાતા આરોપી ઇશરત ખાતુનની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘર કંકાશના કારણો અંગે પૂછપરછ ચાલુ છે.
#Surat #Limbayat #Crime #DomesticDispute #PoliceAction
Surat | Limbayat | Husband | Wife Arrested | Domestic Dispute | Poison Attempt | Police Investigation