🍃🍃🌼🍃🍃
બાળ ચરિત્ર...
વળી એક સમયે પોતાના સખાઓને સાથે લઈને ગૌઘાટે વિશ્વામિત્રી નદીએ સ્નાન કરીને કિનારા ઉપર આવીને વસ્ત્ર પહેરતા હતા.તે વખતે એક મોટો મત્સ્ય જયાં ઘનશ્યામ મહારાજ નહાયા હતા ત્યાં આવ્યો. તેટલામાં તો ઘનશ્યામ મહારાજની ઇચ્છાથી આકાશમાં અનેક વિમાનો આવ્યાં અને સર્વેને દેખતે સતે તે મત્સ્ય પોતે ચતુર્ભુજ સ્વરૂપે થઇને ધર્મકુંવરના ચરણારવિંદમાં મસ્તક નમાવીને વિમાનમાં બેસીને સત્યલોકમાં જતો હતો. આવું મહા અદ્ભુત ચરિત્ર જોઇને વેણીરામે પૂછ્યું જે, હે ઘનશ્યામભાઈ! આ શું થયું? મત્સ્ય મરી ગયો. અને તે કોણ આવ્યા હતા ? તે નામ અમોને કહો. ત્યારે બોલ્યા જે, અમો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ છીએ અને તમો સર્વે અમારા સખા ભક્ત છો. અને આપણે સર્વે આ સ્થાનકમાં નહાયા તે જગ્યાએ તે મત્સ્ય મરી ગયો તેથી મહાભાગ્યશાળી તે મત્સ્યને બ્રહ્મા પોતાના સત્યલોકમાં લઇ ગયા. તેવું સાંભળીને સર્વે પગે લાગતા હતા. ત્યાર પછી ત્યાંથી ચાલ્યા તે ધોબીઆ ઘાટે થઈને જોગીવનમાં આવ્યા અને તે વનને વિષે હજારો ગાયો ચરતી હતી તે ગાયો ઘનશ્યામ મહારાજને દેખીને તત્કાળ દોડીને સન્મુખ આવીને ચારે બાજુ ગઢની માફક ઘેરીને ઉભી રહી. ત્યારે સખાઓ તો ભયને લીધે થરથર ધ્રુજવા લાગ્યા. જે આ ગાયો મારી નાખશે. એમ જાણીને તેની બીક ટાળવા સારૂં ધર્મકુંવર પોતાના હાથના સૂચનથી ગાયોને પાછી મોકલતા હતા. પછી ત્યાંથી ચાલ્યા તે અસનારા ગામે આવ્યા અને ત્યાં રામસાગર તળાવ ઉપર એક ઘડી વડના વૃક્ષ નીચે વિશ્રામ લઇને છપૈયાપુરમાં આવીને તે વાર્તા ધર્મભક્તિ આદિક સર્વે પુરવાસીને વેણીરામ કહેતા હતા. હે રામશરણજી! એવો તે મત્સ્ય ઘનશ્યામ મહારાજના સંબંધે કરીને ચતુર્ભુજ થઇને વિમાનમાં બેસીને બ્રહ્માના લોકને પામ્યો. એવું આ સ્થાનક છે. તો જે માણસ એ વિશ્વામિત્રી નદીના ઘાટે જઈને નદીનું પાણી પીશે અથવા પોતાનાં માતપિતાનું શ્રાદ્ધકર્મ કરશે. અથવા મૃતદેહનાં અસ્થિ લાવીને તે જળમાં નાખશે તે સર્વે જન મોક્ષને પામશે.
🍃🍃🌼🍃🍃
#અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #✋ જય સ્વામીનારાયણ ##જય સ્વામિનારાયણ #🙏 સ્વામિનારાયણ મંદિર