Ame Surati
567 views
8 hours ago
#સુરત #અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર કડકડતી ઠંડી વચ્ચે માનવતાની હૂંફ પાથરતી એક સરાહનીય પહેલ સુરતમાં જોવા મળી. ધ્રુવમ ફાઉન્ડેશન અને ઉમરા પોલીસ સ્ટેશનના સહયોગથી સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ લોકોને કપડા અને બ્લેન્કેટનું વિતરણ કરી સહાનુભૂતિ અને સંવેદનાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો. આ સેવાકાર્ય દરમ્યાન ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાઠવા સાહેબ, સેકન્ડ પીઆઈ શ્રી મોરી સાહેબ તેમજ પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં નાના ગરીબ બાળકો સહિત વડીલોને બ્લેન્કેટ અને ગરમ કપડાં આપવામાં આવ્યા હતા. કડકડતી ઠંડીમાં યોજાયેલા આ માનવતાભર્યા પ્રયાસથી જરૂરિયાતમંદોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું અને સમાજમાં સંવેદનશીલતાનો સકારાત્મક સંદેશ પહોંચ્યો હતો. #Surat #Umra #Humanity #SocialWork #WinterRelief Ame Surati | Umra | Dhruvam Foundation | Umra Police Station | Blanket Distribution | Social Service | Winter Relief