🍃🍃🌼🍃🍃
🥀પોષ વદી - ૧૧ ષટીતલા એકાદશી.
દાલભ્ય ઋષિ પૂછે છે :- હે બ્રહ્મન ? આ લોકમાં કેટલાક જીવો પાપી હોવા છતાંય નરકમાં જતા નથી. તેમનું એવું શું પુણ્ય હશે ? થોડું જ દાન કરવાથી ઘણું પુણ્ય મળે તેનો ઉપાય જણાવો.
પૌલસત્ય મુનિ કહે છે હે ભાગ્યવાન ? તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે. આનો ઉત્તર અતિ દુર્લભ છે. બ્રહ્માદિક દેવોએ પણ જે વાત નથી કરી તે તમને કહું છું. પોષ માસમાં પુષ્ય નક્ષત્ર હોય ત્યારે સ્નાન કરીને પવિત્ર થવું. કામ - ક્રોધ આદિક સર્વે દોષોનો ત્યાગ કરીને ભગવાન નારાયણ નું સ્મરણ કરવું. ગાયનું છાણ લઈને તેમાં તલ - કપાસ નાખીને તેના પિંડીયા વાળવા. પછી પોષવદ પક્ષમાં મુલ નક્ષત્ર હોય ત્યારે 108 આહુતિઓનો હોમ કરવો. પછી
ષટીતલા એકાદશીના દિવસે સ્નાન કરી પવિત્ર થઈ ને નારાયણની પૂજા કરી ને ઉપવાસ કરવો. રાત્રીએ હોમ કરીને જાગરણ કરવું. બીજે દિવસે શ્રી હરિનું પૂજન કરીને ખીચડીનું નૈવેધ ધરવું. પછી કેળા - નાળિયેર - બીજોરું ધરાવવા. તે કાંઈ ન મળે તો સોપારીનો અર્ધ્ય આપવો. પછી બ્રાહ્મણની પૂજા કરીને જળના ઘડામાં દ્રવ્ય નાખીને દાન આપવું અને પગરખા આપવા.
ધનવાન હોય તેણે ગાય અને તલ પાત્ર દાનમાં આપવું. સ્નાનમાં અને ભોજનમાં ધોળા તલ લેવા. દાનમાં કાળા તલ વાપરવા. તલથી સ્નાન કરવું. શરીરે તલ ચોપડવા. તલનો હોમ કરવો. તલ સહિત જળ પીવું. તલ ખાવા અને તલનું દાન કરવું. તલના આ છ પ્રકાર પાપોનો નાશ કરનારા છે.
પૌલસ્ત્ય મુનિ કહે છે હે નારદ ? એક કથા સાંભળો. મૃત્યુલોકમાં એક બ્રાહ્મણ સ્ત્રી હતી. તે વ્રત ઉપવાસ ખૂબ જ કરતી. બ્રાહ્મણોને અને કુમારીકાઓને નિત્યે દાન આપતી. પરંતુ દેવો અને ગરીબોને અન્નથી તૃપ્ત કર્યા નહિ. તે સ્વર્ગમાં આવી પણ તેના નિવાસ્થાનમાં કાંઇ હતું નહીં. ત્યારે તે કહેવા લાગી કે મેં ઘણા જપ - તપ વ્રત વગેરે કર્યાં પણ મને અહીં કાંઈ સુખ મળ્યું નહિ. મેં કહ્યું તને દેવાંગનાઓ આનો ઉપાય બતાવશે. પછી દેવાંગનાઓ તેના નિવાસસ્થાને ગઈ. તેને ષટિતલા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું. તે બ્રાહ્મણ સ્ત્રીએ વિધિ પૂર્વક આ વ્રત કર્યું. તેથી તેને ધન - ધાન્ય - સોનું - રુપુ વગેરે ખૂબ જ ઐશ્વર્ય પ્રાપ્ત થયું.
હે નારદ ? જે કોઈ આ ષટીતલા એકાદશીનું વ્રત કરે છે , ઉપવાસ કરે છે , પોતાની શક્તિ પ્રમાણે તલ અને વસ્ત્રનું દાન કરે છે તેની પાસે દારિદ્રય - દુઃખ અને દુર્ભાગ્ય આવતું નથી. જે વિધિ પૂર્વક તલનું દાન આપે છે તે મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે.
આવી રીતે ભવિષ્યપુરાણમાં ષટીતલા એકાદશી નું મહાત્મ્ય જણાવ્યું છે.
🍃🍃🌼🍃🍃
#એકાદશી #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 ##જય સ્વામિનારાયણ #✋ જય સ્વામીનારાયણ