Ame Surati
1.3K views
#✈️પ્લેન ક્રેશના ભયાનક CCTV🎥 #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર #સુરત કોલંબિયામાં બુધવારે (28 જાન્યુઆરી) એક ભયાનક વિમાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં સાંસદ સહિત વિમાનમાં સવાર તમામ 15 લોકોના કમકમાટીભર્યા મો/ત થયા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું Beechcraft 1900 કોમર્શિયલ વિમાન લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલાં જ રડાર પરથી અચાનક ગાયબ થઈ ગયું હતું. ઘટના બાદ તાત્કાલિક વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં બચાવ ટીમોને વિમાનનો કાટમાળ અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાંથી મળ્યો હતો. કોલંબિયાની એરલાઇન્સ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે કે દુર્ઘટનામાં વિમાનમાં સવાર 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 15 લોકોના મો/ત થયા છે. આ દુર્ઘટનામાં કોલંબિયાની સંસદના સભ્ય ડિયોજેનેસ કિંતેરો તેમજ આગામી ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડોનું પણ નિધન થયું છે. ઘટનાએ સમગ્ર કોલંબિયામાં શોકનો માહોલ સર્જ્યો છે અને દુર્ઘટનાના કારણો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. #Surat #Colombia #PlaneCrash #Beechcraft1900 #Cucuta Colombia | Plane Crash | Beechcraft 1900 | Aviation | Ocana | Aircraft Accident | Search Operation