Ame Surati
569 views
18 hours ago
#અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત #સુરત સમાચાર સુરતના કતારગામ વિસ્તારના લાખો લોકો જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે રત્નમાલા બ્રિજ આખરે આજે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સુરત પ્રવાસ છેલ્લી ઘડીએ રદ થતા, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરતના મેયર દક્ષેશ માવાણીની હાજરીમાં બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી 23 જાન્યુઆરીએ સુરત આવવાના હતા અને અનેક વિકાસકામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાવાના હતા, પરંતુ અચાનક કાર્યક્રમ રદ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ હતી. લગભગ રૂ.62.84 કરોડના ખર્ચે બનેલો રત્નમાલા બ્રિજ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ વિલંબના કારણે પાલિકા અને સત્તાધારી પક્ષ માટે માથાનો દુખાવો બન્યો હતો, જ્યારે કતારગામ અને અમરોલી વચ્ચેની ભારે ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન હતા. આજે કાસાનગરથી અમરોલી તરફ જતા બ્રિજના હિસ્સાને વિધિવત રીતે શરૂ કરવામાં આવતા સ્થાનિકોને મોટી રાહત મળી છે અને ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. #Surat #Katargam #Amroli #RatnamalaBridge #Development Surat | Katargam | Amroli | Ratnamala Bridge | Bhupendra Patel | CR Patil | Govind Dholakia | Dakshesh Mavani | Traffic Relief