Ame Surati
1.1K views
16 days ago
#સુરત #💥 સુરત અપડેટ્સ #📰 5 ડિસેમ્બર ના સમાચાર #સુરત સમાચાર #અમે સુરતી ઉન વિસ્તારમાં બે ભાઈઓ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થવા પામ્યો છે. હુમલામાં ઝાફર અલી નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે તેનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક માહિતી અનુસાર અજાણ્યા શખ્સોએ બંને ભાઈઓ પર અચાનક હુમલો કર્યો હતો. જુની અદાવતને પગલે હુમલો થયો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે અને ઘાયલના નિવેદનના આધારે વધુ આરોપીઓની ઓળખ કરવા પ્રયાસો ચાલી રહ્યાં છે. પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વિસ્તારમા ચુસ્ત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. #Surat #Unn #CrimeNews #MurderCase #PoliceInvestigation Unn stabbing | Zafar Ali | brother injured | unknown attackers | old rivalry angle | hospital treatment | murder FIR | Surat crime | police probe