Ame Surati
734 views
7 days ago
#અમે સુરતી #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #સુરત #📰 5 ડિસેમ્બર ના સમાચાર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લોકોની સુરક્ષા સાથે સુરત પોલીસે પોતાની સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એક દિવસની તરછોડી મુકાયેલી બાળકીને દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાઈ હતી, પરંતુ સમયસર માહિતી મળતાં સુરત પોલીસે તાત્કાલિક પગલાં લઈ બાળકીને સુરક્ષિત રીતે બચાવી લીધી. સુરત શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં બાળકીની સંપૂર્ણ સંભાળ લેવામાં આવી અને તેને પ્રેમપૂર્વક “હસ્તી” નામ આપવામાં આવ્યું. બાળકીના નામાંકરણ સમયે હૃદય સ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા, જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાવુક બની ગયા હતા. 24 કલાક મહિલા પોલીસ કર્મીઓની દેખરેખ હેઠળ બાળકીની સારસંભાળ રાખવામાં આવી, જે સુરત પોલીસની માનવિયતા અને સંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ છે. #Surat #Gujarat #SuratPolice #Humanity #Inspiration Surat Police | Abandoned Baby | Deladva Talav | Baby Hasti | Social Responsibility | Women Police Care