#સુરત #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #સુરત સમાચાર #📰 5 ડિસેમ્બર ના સમાચાર સુરત શહેરમાં સિટી બસમાં મુસાફરોની સલામતીને લઈ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ઉધના વિસ્તારમાં SMC સંચાલિત સિટી બસ નંબર 104માં મુસાફરી કરી રહેલા એક યુવક પર ત્રણથી ચાર શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક આશંકા મુજબ હુમલાખોરો મોબાઈલ ચોરીના ઇરાદે બસમાં ચઢ્યા હતા. અચાનક બનેલી ઘટનાથી બસમાં અફરાતફરી મચી ગઈ હતી અને અન્ય મુસાફરોમાં ભયનો માહોલ છવાયો હતો. પગમાં ચપ્પુના ઘા વાગતા યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક મુસાફરોએ હિંમત બતાવી હુમલાખોરોનો પ્રતિકાર કરતા તેઓ બસમાંથી નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. આ ઘટનાએ શહેરમાં જાહેર પરિવહનમાં સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે.
#Surat #Udhna #CityBus #PublicSafety #Crime
City Bus 104 | Knife Attack | Mobile Robbery Attempt | Passenger Safety | Surat City | Police Investigation