#📢27 સપ્ટેમ્બરની મુખ્ય અપડેટ્સ🆕 #સુરત #અમે સુરતી #💥 સુરત અપડેટ્સ #સુરત સમાચાર આ કેસની વિગત મુજબ ફરીયાદી પાસે પોતાનાં ત્રણ વાહનો છે અને સુરતમાં કાપડ હેરાફેરીનો વ્યવસાય કરે છે. દરમિયાન આરોપી પિયુષ રાજપુત સુરત શહેર ટ્રાફિક રીજીયન-3 ના સ્કોડમાં ફરજ બજાવે છે ,અને પોતે રીજીયન 3નાં વહીવટદાર હોવાનું જણાવી ફરિયાદીના તથા તેમના ગૃપનાં કુલ -30 વાહનોને ટ્રાફિક રીજીયન 3 માંથી પસાર થતી વખતે ટ્રાફિકના કર્મચારીઓ દ્વારા ખોટીરીતે હેરાનગતિ નહિ કરવાનાં બદલામાં દર મહિને એક ફોર વ્હીલરના 1000 અને થ્રી વ્હીલરના 700 રૂપિયા ની માંગણી કરી હતી, જોકે ફરિયાદી દ્વારા રકઝક કરતાં દરેક વાહન દીઠ રૂપિયા 500 આપવાનુ નક્કી થયેલ હતુ.પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ ACBનો સંપર્ક કરી ફરિયાદ આપતાં સાંઇ પોઇન્ટ, સરકારી પાણીની ટાંકી પાસે, સી.આર.પાટીલ રોડ , ડિંડોલી, સુરત ખાતે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમ્યાન આરોપી પિયુષ રાજપુતે ફરીયાદીને આરોપી ધર્મેશ ભરવાડને લાંચના નાણા આપી દેવા કહ્યું હતું.
બાદમાં ધર્મેશે ફરિયાદી પાસેથી લાંચના નાણાં મેળવી, આરોપી પિયુષને લાંચના નાણાં મળી ગયેલ હોવા અંગે ફોનથી જાણ કરી હતી. પરંતુ આરોપી ધર્મેશ ભરવાડ રંગેહાથ પકડાઈ ગયો હતો.
#surat #suratnews #suratcity #suratcitynews #suratsmartcity #suratcityupdates #amesurati #trbjawan #surattrafficpolice #trafficpolice #acb #AntiCorruption
#dindoli #