🥶આંબાલાલે કરી હાડ થીજવતી આગાહી
28 Posts • 74K views
#🥶આંબાલાલે કરી હાડ થીજવતી આગાહી, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ કે રાજ્યમાં આગામી ચાર દિવસ કડકડતી ઠંડી પડશે. લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે. આ દરમિયાન ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે.જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ થવાને કારણે ઠંડી ઘટશે. જાન્યુારીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી જશે.10 જાન્યુઆરીથી ફરી રાજ્યમાં ઠંડી વધશે. ઉત્તરાયણ દરમિયાન ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલની આગાહી પ્રમાણે ડિસેમ્બરના અંતમાં લોકોએ ભારે ઠંડીનો સામનો કરવો પડી શકે છે, જ્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીથી થોડી રાહત મળશે.ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે. જોકે, ગુજરાતમાં માવઠાની અસર વર્તાશે નહિ. 29 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં પ્રભાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ગુજરાતના ભાગો સુધી અસર થવાની શક્યતા છે. ગુજરાતનું હવામાનમાં પલટો આવશે. જાન્યુઆરી માસ ઠંડો રહેશે. 11 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે. 17 જાન્યુઆરી બાદ હાડ ધ્રૂજાવતી ઠંડી પડશે. હવામાન વિભાગની સ્પષ્ટ ચેતવણી આપી છે કે, આવતા દિવસોમાં પવન બદલાશે અને સાથે જ ઠંડીનો મારો વધુ તેજ બનશે. #શિયાળો #🔥 બિગ અપડેટ્સ #🌦️ હવામાન અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ
175 likes
199 shares