#📢પ્રિયંકાના સરકાર પર આકરા પ્રહાર #🗞️ ગુજરાત અપડેટ્સ #📖 તાજા સમાચાર🗞 #📢 લેટેસ્ટ અપડેટ્સ #🔥 બિગ અપડેટ્સ
પ્રિયંકા ગાંધીએ પહેલગામમાં મૃત્યુ પામેલા લોકોને ભારતીય કહ્યા, તો ભાજપ સાંસદ બોલ્યા – તે હિન્દુ હતા..
આજે સંસદના ચોમાસા સત્રમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ રહી છે. ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી હતી. જ્યારે તેમણે પહેલગામમાં મોતને ભેટેલા લોકોને ભારતીય કહ્યા, ત્યારે લોકસભામાં શાસક પક્ષ તરફથી હોબાળો થયો હતો.ભાજપના સાંસદોએ મૃત્યુ પામેલા લોકો વિશે કહ્યું કે, તેઓ હિન્દુ છે, પરંતુ પ્રિયંકા વારંવાર કહેતી રહી કે, તેઓ ભારતીય છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બૈસરન ખીણમાં 25 ભારતીયો માર્યા ગયા છે. તેમના માટે કોઈ સુરક્ષા નહોતી.આ દરમિયાન, ભાજપના સાંસદોએ તેમને અટકાવીને કહ્યું કે, તેઓ હિન્દુ હતા. શાસક પક્ષે હિન્દુ-હિન્દુના નારા લગાવ્યા, જ્યારે વિપક્ષે ભારતીય-ભારતીયના નારા લગાવ્યા હતા. તે જ સમયે, પ્રિયંકાએ લોકસભામાં માર્યા ગયેલા તમામ 25 લોકોના નામ પણ બોલ્યા હતા.