Ame Surati
766 views
18 hours ago
#સુરત #સુરત સમાચાર #💥 સુરત અપડેટ્સ #અમે સુરતી #આગ સુરત શહેરમાં મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ ખાતે આજે વહેલી સવારે ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. સહારા દરવાજા સ્થિત APMC માર્કેટ નજીક આવેલી ફ્રૂટ માર્કેટમાં પ્લાસ્ટિકના બેરેકમાં આગ ભભૂકી ઉઠતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા. માર્કેટમાં પ્લાસ્ટિક બોક્સ અને બેરેક વધુ હોવાના કારણે આગ થોડા સમયમાં જ વિકરાળ બની ગઈ હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની કુલ ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાગ્રસ્ત થયાની માહિતી નથી, જેના કારણે વેપારીઓ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે વહેલી સવારે ફ્રૂટ માર્કેટમાં અવરજવર વધુ હોય છે, પરંતુ સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. #Surat #APMC #FireIncident #FruitMarket #BreakingNews Surat | Mahatma Gandhi Fruit Market | APMC Market | Fire Brigade | Plastic Boxes | Fire Incident