#🦁CMએ કર્યાં સિંહદર્શન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક અનોખો અને સાદગીભર્યો અંદાજ સાસણ ગીરમાં જોવા મળ્યો છે. જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે ખુલ્લી જીપમાં સવાર થઈને ગીરનાં જંગલોમાં સિંહદર્શનનો લહાવો લીધો હતો.જોકે આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ તેમની સાદગી રહી. સત્તાના પ્રોટોકોલ બાજુ પર મૂકી મુખ્યમંત્રીએ સાસણની બજારમાં સ્થાનિકો સાથે બેસીને ચાની ચુસકી લીધી અને હળવાશના મૂડમાં કહ્યું કે આ મજા જ કંઈક અલગ છે!વહેલી સવારે જંગલ સફારીનો અવિસ્મરણીય અનુભવ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મૃદુ અને મક્કમ છબિની સાથે તેમની સાદગીનાં દર્શન આજે સાસણ ગીરમાં થયા હતા. જૂનાગઢનાં વિકાસકાર્યોના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી સાસણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોઈપણ પ્રોટોકોલના આડંબર વગર એક સામાન્ય નાગરિકની જેમ ગીરની ગલીઓમાં લટાર મારી સ્થાનિકોનાં દિલ જીતી લીધાં હતાં.ખુલ્લી જીપમાં 'દાદા'એ કર્યા સિંહદર્શન મુખ્યમંત્રીએ આજે વહેલી સવારે ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. કેરંભા થાણા વિસ્તારમાં તેમણે નિર્ભય રીતે વિહરતા સાવજોને નિહાળ્યા હતા. સિંહદર્શન બાદ તેમણે પ્રતિભાવ આપતાં કહ્યું કે ગીરની સવાર ખરેખર અદભુત છે! તેમણે વનકર્મીઓ સાથે સંવાદ કરી સિંહ સંવર્ધનની બહુસ્તરીય કામગીરીની વિગતો મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
#તાજા સમાચાર #🗞️ ગુજરાત અપડેટ્સ #🤩 શોર્ટ અપડેટ્સ વીડિયો 🎥 #📽 લેટેસ્ટ અપડેટ વીડિયો