સોના ચાંદીના ભાવ માં થશે વધઘટ
26 Posts • 122K views
#🪙ધડાધડ ઘટ્યા સોના ચાંદીના ભાવ📉 ભારતીય બુલિયન બજારમાં 2025ના અંતિમ દિવસોમાં નોંધપાત્ર ઉથલપાથલ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો હતો, તે આજે થોડો ઘટાડો થઈ રહ્યો હોય તેવું લાગે છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું તેના ₹1,42,300 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી લગભગ ₹500 ઘટીને ₹1,41,800 થયું છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારોમાં હાજર સોનાના ભાવમાં 1.54% ઘટાડો છે, જ્યાં સોનું પ્રતિ ઔંસ $4,462 પર ટ્રેડ થઈ રહ્યું છે.દિલ્હીમાં 30 ડિસેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,390 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ ₹1,27,790 રૂપિયા પર છે.હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,27,640 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,39,240 રૂપિયા છે.આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ₹1,27,690 છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,39,290 પર પહોંચી ગયો છે.ચાંદીના ભાવે આ અઠવાડિયે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ચાંદી પ્રતિ કિલો ₹2,40,000 ની ઐતિહાસિક ટોચ પર પહોંચી ગઈ છે. જોકે, આજે તેમાં થોડો ઘટાડો જોવા મળ્યો. IBJA મુજબ, મંગળવારે સવારે ભાવ ઘટીને ₹235,440 પ્રતિ કિલો થયા. ગુડરિટર્ન્સ મુજબ, કેટલાક સ્થળોએ ચાંદીના છૂટક ભાવ ₹257,900 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે વધુ વ્યાજ દર ઘટાડાને ટેકો આપ્યો હતો, પરંતુ એમ પણ કહ્યું હતું કે નીતિ નિર્માતાઓ સાવધાનીપૂર્વક આગળ વધી શકે છે. યુએસ શ્રમ ડેટામાં વધુ નરમાઈનો સંકેત મળ્યા બાદ તેમની ટિપ્પણી આવી છે. #🔥 બિગ અપડેટ્સ #🗞️ ગુજરાત અપડેટ્સ #તાજા સમાચાર #સોના ચાંદીના ભાવ માં થશે વધઘટ
32 likes
19 shares
#📉સોના ચાંદીમાં જબરદસ્ત મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 8 જાન્યુઆરીએ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,232 રૂપિયા ઘટીને 1,35,443 રૂપિયા પર આવી ગયો છે. આ પહેલાં એ 1,36,675 રૂપિયા પર હતો.1 કિલો ચાંદીની કિંમત 12,225 રૂપિયા ઓછી થઈને 2,35,775 રૂપિયા પર આવી ગઈ છે. આ પહેલાં ગઈકાલે એ 2,48,000 રૂપિયા પર હતી, જે તેની ઓલટાઈમ હાઈ પણ છે. સોના-ચાંદીમાં પ્રોફિટ બુક કરી રહ્યા છે રોકાણકારો કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા કહે છે કે ચાંદીના ભાવ ગઈકાલે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા, આવા સમયે ઘણા રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે. એના કારણે આજે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોનામાં પણ રોકાણકારો પ્રોફિટ બુક કરી રહ્યા છે, જોકે આ ઘટાડો લાંબો નહીં ચાલે. આવનારા દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી શકે છે. ચાંદી આ વર્ષે 2.75 લાખ સુધી જઈ શકે છે, જ્યારે સોનાની વાત કરીએ તો એેની માગમાં પણ તેજી જળવાઈ રહી છે. આવા સમયે આ વર્ષના અંત સુધીમાં એ 1.50 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર જઈ શકે છે.IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું, તેથી શહેરોના ભાવ એેનાથી અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ ગયા વર્ષે એટલે કે 2025માં સોનાની કિંમત 57,033 રૂપિયા (75%) વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું. ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,44,403 રૂપિયા (167%) વધ્યો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે આ વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.સોના-ચાંદીમાં ETF દ્વારા કરી શકાય છે રોકાણ જો તમે ઓછી રકમ સાથે સોના કે ચાંદીમાં રોકાણ કરવા માગો છો, તો ગોલ્ડ કે સિલ્વર એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETF) દ્વારા એમાં રોકાણ કરી શકો છો. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સોનાના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે. ગોલ્ડ કે સિલ્વર ETFsની ખરીદ-વેચાણ શેરની જેમ જ BSE અને NSE પર કરી શકાય છે. જોકે એમાં તમને સોના-ચાંદી મળતાં નથી. તમે જ્યારે એમાંથી બહાર નીકળવા માગો ત્યારે તમને એ સમયના સોના-ચાંદીના ભાવ બરાબર પૈસા મળી જશે.ETFથી રોકાણના ફાયદા કોઈ સ્ટોરેજ સમસ્યા નથી: ડિજિટલ ફોર્મમાં ડિમેટ એકાઉન્ટમાં રહે છે. ઓછો ખર્ચ: કોઈ GST કે મેકિંગ ચાર્જ નહીં, ઓછો એક્સપેન્સ રેશિયો. સરળતાથી ખરીદ-વેચાણ: સ્ટોક એક્સચેન્જ પર રિયલ-ટાઇમ ટ્રેડિંગ. શુદ્ધ એક્સપોઝર: ગોલ્ડ ETF 99.5% શુદ્ધ ગોલ્ડને ટ્રેક કરે છે. વિવિધતા: પોર્ટફોલિયોમાં સ્થિરતા, ફુગાવાથી બચાવ. SIP: નાની રકમથી શરૂ કરી શકાય છે. #🗞️ ગુજરાત અપડેટ્સ #તાજા સમાચાર #🔥 બિગ અપડેટ્સ #સોના ચાંદીના ભાવ માં થશે વધઘટ
12 likes
13 shares