👣કાળી ચૌદશ/નરક ચતુર્દશી 🙏🪔
63 Posts • 118K views
c.j. jadav
5K views 29 days ago
🍃🍃🌼🍃🍃 🥀આસો સુદ-૧૪ કાળી ચૌદશ...આજના દિવસે મહા સમર્થ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ પધરાવેલા સાળંગપુરના " શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી " ની પૂજા કરવી...           આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણ એ નરકાસુરનો વધ કરીને પ્રજાજનોને અસુરના ત્રાસમાંથી મુક્તિ આપેલી. આજના દિવસે દીવા પ્રગટાવીને ભગવાનનું સ્મરણ કરવાથી નર્કથી બચી શકાય છે. કળિયુગમાં સર્વ સંકટ દૂર કરનાર કષ્ટભંજનદેવ શ્રી હનુમાનજીની પૂજા કરવાથી સર્વ પ્રકારના દુઃખ દૂર થાય છે. 🥀સર્વ દુઃખ દૂર કરનાર સદગુરુ શ્રી મુક્તાનંદસ્વામી રચિત શ્રી હનુમાનજી સ્તોત્રનો પાઠ...કરવો. 🥀જો કોઈને ગંભીર બીમારી હોય, ભૂત, પ્રેત કે પિતૃ સંબંઘી ઉપદ્રવ હોય તો ઘરમાં પવિત્ર જગ્યાએ સાળંગપુર ના હનુમાનજીનો ફોટો પધરાવવો. સવાર - સાંજ હાથ- પગ ધોઈને  હનુમાનજી આગળ તેલનો દીવો કરીને આ પાઠ કરવો. પછી એક માળા " હનુમાનજી મહાવીર " નામની ફેરવવી. અને એક માળા " સ્વામિનારાયણ " નામની ફેરવવી. આથી સર્વે દુઃખ દૂર થાય છે અને જીવનમાં  સુખ, શાંતિ અને સમૃધ્ધિ મળે છે. આપણું દુઃખ દૂર થયાં પછી સાળંગપુર જઈને હનુમાનજી મહારાજને 151 રૂપીયા અથવા પોતાની શક્તિ અને શ્રદ્ધા પ્રમાણે સેવા લખાવવી. 🥀જો ઘરમાં સુખ-શાંતિ હોય તો પણ જીવન પર્યંત સુખ-શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા દર શનિવારે અને કાળી ચૌદશના દિવસે શ્રી હનુમાનજી મહારાજની પૂજા કરીને આ પાઠ કરવો અને સુખડીનું નૈવેધ ધરાવવું. 🔱મુક્તાનંદસ્વામી રચિત શ્રી મારુતિસ્તોત્રમ્ 🔱 🥀નીતિપ્રવીણ સબે નિગમાગમ, શાસ્રમે બુદ્ધિ રુ બંકે અપારા; શ્રી રઘુનાથકે મંત્રી અનુપ હો, તાહિતે રામકું પ્રાણસે પ્યારા. પ્રૌઢ શરીર સિંદૂરસે સોહત, નૈષ્ઠિકકે મધ્ય ઇન્દ્ર ઉદારા; શ્રી રઘુવીરકે દૂત મહાબલ, કષ્ટ હરો હનુમાન હમારા. - ૦૧. જાનકી કારણ શ્રી રઘુનાથકે, અંતરમેં ભયો કષ્ટ અનંતા; તારન તાહી સહાયક એક, હને મનુજાદ મહા બલવંતા. જારી નિશાચર નાથકી લંકા, મહાસિદ્ધ પ્રશંસત સંતા; શ્રી રઘુવીરકે દૂત મહાબલ, સંકટ મોર હરો હનુમંતા. - ૦૨. 🥀રાવણકે સુત શક્તિ ચલાઈ સો, આઈ લગી અતિશે દુખકારી; કંઠમેં પ્રાન રામાનુજકે હિત, લાયે  સંજીવની ઔષધ ભારી; લાયે ઉઠાઈ દ્રૌણાચલ વેગસે, રામકે પક્ષકી પીર સો ટારી; શ્રી રઘુવી૨કે દૂત મહાબલ, પીડા હરો હનુમાન હમારી. - ૦૩ 🥀શ્રી રઘુનાથકે આગમકી સો, વધાઈ લે ભર્તકું વેગ સુનાઈ; રામવિયોગ મહાદુઃખસાગર, ડુબત ભર્તો મોજ હું પાઈ; જાનકીનાથકે અંથ્રિસરોજમેં, ભૃગજયું જાસ મતિ લપટાઈ; શ્રી રઘુનાથકે દૂત મહાબલ, સંકટમેં રહો મોર સહાઈ. - ૦૪ 🥀વાયુસ્વરૂપ જો કેસરી બાનર, માનની તાસ સો અંજની નામ; તાસ મહા તપરૂપ ભયો સુત, વાયુકુમાર અતિ અભિરામા; વેગ ખગેશ સમાન વધુ દૃઢ, વજ્ર કે અંગ અતિ બલધામા; શ્રી રઘુવીરકે દૂત હરો સબ, સંકટમે મોય કરો નિષ્કામા. - ૦૫ 🥀બહુત પ્રકારકી ડાકિની શાકિની, ભૈરવ ભૂત અતિ બિકરાળા; કૃત્ય વીર પિશાચ નિશાચર, જાહિકું દેખી ડરે તત્કાળા.  જ્યાહિકો મંત્ર જપે સુત વિત્તદ, ટારત તીપર રોગ બિશાળા. શ્રી રઘુવીરકે દૂત સદા મમ, કષ્ટ હરો હનુમંત કૃપાળા. - ૦૬ 🥀જ્યાહિકો નામ સુનિકે તતક્ષણ, ભાગત હૈ બ્રહ્મરાક્ષસ ઘોરા; જ્યાકે પ્રતાપસે પ્રેત નિશાચરુ. ભાગત ભૂત કબંધ કઠોરા; જ્યાકે પ્રતાપસે ડરે સબ ડાકિની, જોગની જાદુ ભગે ચહું દૂરા; શ્રી રઘુવીરકે દૂત મહાબલ, હે હનુમંત હો દુઃખ મો૨ા. - ૦૭ 🥀આપકે ભક્ત અનન્ય હે તાહીકે, બાંછિત કામકે પૂરન હારા; દુર્બલ દીન રિપુભય વ્યાકુલ, તાહીકે હો તુમ ઇષ્ટ ઉદારા; વાંછિત મોર સો દેહ દયાનિધિ, વંદત હું તોય બારહી બારા; શ્રી રઘુવી૨કે દૂત મહાબલ, કષ્ટ હરો હનુમંત હમારાં. - ૦૮ 🥀હાક સુને જબહી તુમરી તબ, રાક્ષસકી ત્રિય ગર્ભનું ત્યાગે; જંત્ર રુ મંત્ર કે જાન જાદુગર, નામ તુમારા સુની ડરી ભાગે; તાહીતે સંકટ નાશ કરો કહે. મુક્ત સદા પ્રભુસો અનુરાગે; શ્રી રઘુવીરકે દૂત મહાબલ; હે હનુમંત એહી વર માગે. - ૦૯ 🥀યહ અષ્ટક જો પઢે તાસ સબ સંકટ નાસે રામદૂત હનુમંત સદા દગ આગે ભાસે; 🥀વિઘન હોત સબ નાશ મગન હોઉં હિર ગુન ગાવે પાપ પુંજ સબ ટરત બહોરી ભવમેં નહિ આવે ધન ધાન્ય પુત્ર સંપત્તિ બઢે કૃષ્ણ ચરણ રતિ પાવહી મુનિ મુક્ત કહે સો ભક્ત કે સંકટ નિકટ ન આવહી(૧૦) ॥ ઇતિ શ્રી મુક્તાનંદમુનિ પ્રણીત મારુતિસ્તોત્રં સમાપ્તમ્ ॥ કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજ આપના જીવનમાં સર્વે કાષ્ટ દૂર કરીને સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે એજ પ્રાર્થના..... જય બજરંગબલી....                     🍃🍃🌼🍃🍃 #👣કાળી ચૌદશ/નરક ચતુર્દશી 🙏🪔 #અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપા ##જય સ્વામિનારાયણ #🦋😊 𝗝𝗮𝘆 𝘀𝘄𝗮𝗺𝗶𝗻𝗮𝗿𝗮𝘆𝗮𝗻 🤗 #🙏 સ્વામિનારાયણ મંદિર
41 likes
33 shares