ગુજરાતના આ જિલ્લામાં આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી! આવી રહ્યું છે નવેમ્બરમાં મોટું સંકટ!
Ambalal Patel Weather Forecast: જોકે શક્તિ વાવાઝોડું હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન વરસાદની શક્યતા મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે. સૌરાષ્ટ્ર દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.